ડિરેક્ટર ઈચ્છતા હતા કે હું મારી સાડીની પિન કાઢી નાખું- હેમા માલિનીનો ખુલાસો

11 July, 2023 10:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક્ટ્રેસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હેમા માલિનીએ જણાવ્યું કે તેને સાડીની પિન કાઢવા માટે કહેવામાં આવ્યું હતું. જાણો શું હતી આખી ઘટના...

હેમા માલિની (ફાઈલ તસવીર)

બૉલિવૂડની (Bollywood) દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની (Hema Malini) 70 અને 80ના દાયકામાં સૌથી વધારે કમાણી કરનારી બૉલિવૂડ અભિનેત્રી હતી. બૉલિવૂડની `ડ્રીમગર્લ`એ એકથી ચડિયાતી એક ફિલ્મો કરી છે, જેમાં શોલે, જૉની મેરા નામ, ધર્માત્મા, સત્તે પર સત્તા, જુગનૂ, ત્રિશૂલ, ડ્રીમ ગર્લ, સહિત અન્ય અનેક ફિલ્મો કરી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હેમા માલિનીએ જણાવ્યું કે તેને સાડીની પિન કાઢવા માટે કહેવામાં આવ્યું હતું. જાણો શું હતી આખી ઘટના...

હેમા માલિનીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
બૉલિવૂડની ડ્રીમગર્લ હેમા માલિનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની સાથે થયેલી ઘટના વિશે જણાવ્યું. `લહરેં` દ્વારા વાત કરતા એક્ટ્રે જણાવ્યું, એક નિર્દેશકે તેને પોતાની સાડીમાં પિન ન લગાડવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું, "તે કોઈક રીતે એક સીન શૂટ કરવા માગતા હતા. હું હંમેશાં મારી સાડી પર પિન લગાડું છું." મેં કહ્યું, `સાડી નીચે પડી જશે.` તેમણે કહ્યું કે, "અમે આ જ ઈચ્છીએ છીએ."

`સત્યમ શિવમ સુંદરમ`ની ઑફર હેમા માલિનીએ ફગાવી હતી
આ ઈન્ટરવ્યૂમાં હેમા માલિનીએ જણાવ્યું કે તેને સુપરહિટ ફિલ્મ `સત્યમ શિવમ સુંદરમ` ઑફર કરવામાં આવી હતી. જો કે, તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. એક્ટ્રેસે જણાવ્યું, "રાજ કપૂરે કહ્યું કે આ એવી ફિલ્મ છે, તમે આ નહીં કરો પણ હું ઉત્સુક છું કે તમે આ ફિલ્મ કરો." જ્યારે આ ફિલ્મ તેમને ઑફર થઈ તો તેમની પાસે તેમની મમ્મી બેઠી હતી, જેમણે સ્પષ્ટ ના પાડી દીધી કે તે આ ફિલ્મ નહીં કરે. જણાવવાનું કે ઝીનત અમાન અને શશિ કપૂરે કામ કર્યું હતું અને આ ફિલ્મ સુપરહિટ થઈ હતી. ફિલ્મમાં ઝીનત ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી હતી.

ધર્મેન્દ્ર સાથે લગ્ન બાદ પણ અલગ રહેવા પર હેમા માલિનીએ કહી આ વાત..
હેમા માલિની ધર્મેન્દ્રના બીજા પત્ની છે. લગ્ન બાદ તેમનું જીવન સામાન્ય નહોતું. ધર્મેન્દ્રએ પોતાની પહેલી પત્નીને ડિવૉર્સ આપ્યા નહોતા. હેમા માલિનીએ જુદા રહીને જ બન્ને દીકરીઓનો ઉછેર કર્યો. હવે તેમણે આ વિશે પણ ખુલાસા કર્યા છે. હેમા માલિનીએ કહ્યું તે ભલે અલગ રહેતાં હતાં પણ ધર્મેન્દ્ર જરૂરિયાતને સમયે હંમેશાં હાજર રહ્યા. કોઈ એવું ન ઈચ્છે, પણ થઈ જાય છે. પોતાની જાતે જે થતું હોય તેનો સ્વીકાર કરવો પડે છે. નહીંતર જેવું જીવન હોય તેનું કોઈ ઇચ્છતું નથી હોતું. દરેક મહિલા એવું જ ઈચ્છે કે તેને એક પતિ હોય, બબાળકો હોય જે સામાન્ય પરિવારમાં હોય છે. પણ ક્યાંક ને ક્યાંક મેં અલગ કર્યું... મને આનું દુઃખ નથી. હું ખુશ છું, મને બે બાળકો છે. મેં તેમનો સારી રીતે ઉછેર કર્યો છે.

હેમા માલિનીની ફિલ્મો
નોંધનીય છે કે હેમા માલિનીએ 150થી વધારે ફિલ્મોમાં એક્ટિંગ કરી છે, જેમાં શોલે, જૉની મેરા નામ, અંદાજ, ખુશબૂ, ચરસ, બાગબાન જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો સામેલ છે. તેમણે પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત 1963માં તામિલ ફિલ્મ ઈધુ સાથિયમ દ્વારા કરી હતી. હેમા માલિનીને બસંતી, સીતા ઔર ગીતા અને ડ્રીમ ગર્લ તરીકે તેમના અભિનય માટે પણ ઓળખવામાં આવે છે.

hema malini dharmendra bollywood gossips bollywood news bollywood entertainment news