ઇશા દેઓલે કરી પિતા ધર્મેન્દ્રની નકલ, જુઓ હેમા માલિનીની પ્રતિક્રિયા

09 January, 2023 08:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શું તમે ક્યારેય ઈશા દેઓલને પિતા ધર્મેન્દ્રના ડાન્સની કૉપી કરતી જોઈ છે. સોશિયલ મીડિયા પર એવો વીડિયો છે જેમાં ઈશા મમ્મી હેમા માલિની સામે ડાન્સ કરી રહી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના (Dharmendra) બિન્દાસ ડાન્સના બધા કાયલ છે. તો રિયાલિટી શૉમાં ઘણીવાર લોકો તેમના ડાન્સને કૉપી કરતા જોવા મળી છે. પણ શું તમે ક્યારેય તેમની જ દીકરી ઈશા દેઓલને પાપાનો ડાન્સ કૉપી કરતી જોઈ છે, તે પણ મમ્મી હેમા માલિનીની સામે. હકિકતે, સોશિયલ મીડિયા પર એક વીડિયો અવેલેબલ છે, જેમાં ઈશા દેઓલ પિતા ધર્મેન્દ્રના લુકમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. તો દીકરીને ડાન્સ કરતી જોઈ હેમા માલિનીના ચહેરા પરની સ્માઈલ પણ લોકોના મન પર રાજ કરી રહી છે.

ઈશાનો ડાન્સ જોઈને હેમાના ચહેરા પર છવાયું હાસ્ય
સોશિયલ મીડિયા પર રિયાલિટી શૉનો એક વીડિયો છે, જેમાં એક્ટ્રેસ હેમા માલિની ગેસ્ટ તરીકે જોવા મળી રહી છે. તો ઈશા દેઓલ સરપ્રાઈઝ એન્ટ્રી કરતા જાણીતા ગીત `મૈં જટ યમલા પગલા દીવાના` પર ધર્મેન્દ્રના લૂકમાં ડાન્સ કરતી જોવા મળે છે. એટલું જ નહીં વીડિયોમાં દીકરી પિતા ધર્મેન્દ્રના ગીત પર ડાન્સ કરતી જોઈને હેમા માલિનીના ચહેરા પર છલકાતા હાસ્યને જોવા જેવો છે. આ વીડિયોને કરોડો લોકો જોઈ ચૂક્યા છે. તો એક્ટ્રેસનો ડાન્સ પણ ખૂબ જ વખાણી રહ્યા છે.

ચાહકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે આ વીડિયો
એક યૂઝરે કમેન્ટમાં લખ્યું, હેમાજીની આંખમાં ખુશી સ્પષ્ટ છલકાઈ રહી છે. તો બીજા યૂઝરે લખ્યું, દિલ જીતનારો ડાન્સ... અદ્ભૂત પ્રદર્શન, સુંદર માતા-પિતાની સંસ્કારી દીકરી. ત્રીજાએ લખ્યું, જબરજસ્ત શાનદાર... પાપાની પરી ઈશાને આશીર્વાદ. ધર્મેન્દ્ર સર અમે તમને અને દેઓલ ફેમિલીને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.

આ પણ વાંચો : Karishma Ka Karishma: રોબોટનું પાત્ર ભજવનાર ઝનક શુક્લાની સગાઈ, કોણ છે મૂરતિયો?

ઈશા દેઓલ કેટલાક દિવસ પહેલા જ ડિઝ્ની પ્લસ સ્ટારની ટેલીવિઝન સીરિઝ રુદ્રમાં જોવા મળી હતી, જેને ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ સિવાય તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકો માટે અપડેટ શૅર કરતી રહે છે. જણાવવાનું કે ઈશા અનેક બૉલિવૂડ ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે, જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

hema malini esha deol dharmendra bollywood news bollywood bollywood gossips entertainment news