હીરામંડી 2ની તૈયારી શરૂ

13 May, 2024 06:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી સીઝનની સક્સેસ-પાર્ટીમાં સંજય લીલા ભણસાલીએ બીજા પાર્ટના સંકેત આપ્યા

‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’

સંજય લીલા ભણસાલીએ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’ની બીજી સીઝન બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. આ પહેલી સીઝનમાં મનીષા કોઇરાલા, રિચા ચઢ્ઢા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, સંજીદા શેખ અને શર્મિન સેગલ, ફરદીન ખાન, શેખર સુમન અને અધ્યયન સુમન પણ જોવા મળ્યાં હતાં. આ સિરીઝની સફળતા માટે શનિવારે રાતે મુંબઈમાં પાર્ટી રાખવામાં આવી હતી. આ દરમ્યાન સંજય લીલા ભણસાલીએ બીજી સીઝન બનાવવાના સંકેત આપ્યા હતા. પહેલી સીઝનને પહેલા અઠવાડિયામાં ૪૫ લાખ વ્યુઝ અને બીજા અઠવાડિયામાં ૧.૨ કરોડ વ્યુઝ મળ્યા છે. આ શો ૪૩ દેશમાં ટૉપ ટેનમાં આવી ગયો હોવાથી એની બીજી સીઝન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

sanjay leela bhansali entertainment news bollywood buzz bollywood news bollywood social media