જૅકલિન સામે બદનક્ષીના નોરાના દાવાનું હિયરિંગ જાન્યુઆરીમાં

21 December, 2022 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુકેશ ચંદ્રશેખરના ૨૦૦ કરોડના મની લૉન્ડરિંગ કેસમાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા તેનું નામ આપવામાં આવ્યું હતું.

જૅકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહી

નોરા ફતેહીએ દિલ્હી કોર્ટમાં જૅકલિન ફર્નાન્ડિસ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો હતો, જેનું હિયરિંગ ૨૧ જાન્યુઆરીએ શરૂ કરવામાં આ‍વશે. સુકેશના કેસમાં જૅકલિન અને નોરા બન્નેનાં નામ આવ્યાં હતાં. આ પૂછતાછ દરમ્યાન જૅકલિને નોરા વિરુદ્ધ કેટલીક વાતો કરી હતી. આથી નોરાએ બદનક્ષીનો દાવો કર્યો હતો અને જણાવ્યું હતું કે જૅકલિન તેની કરીઅરને ડિસ્ટ્રૉય કરવા માટે તેની વિરુદ્ધ આવી વાતો કરી રહી છે. નોરાના ઍડ્વોકેટ વિક્રમ ચૌહાણે કહ્યું કે ‘જૅકલિન ફર્નાન્ડિસ પણ એક ઍક્ટ્રેસ છે અને તે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતું નામ છે. સુકેશ ચંદ્રશેખરના ૨૦૦ કરોડના મની લૉન્ડરિંગ કેસમાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા તેનું નામ આપવામાં આવ્યું હતું. જૅકલિન દ્વારા મારા ક્લાયન્ટ વિરુદ્ધ કેટલીક કમેન્ટ કરવામાં આવી છે. આ કમેન્ટ નોરાની કરીઅરને ડિસ્ટ્રૉય કરવા માટે કરવામાં આવી છે. જૅકલિનને ખબર છે કે ઇન્ડસ્ટ્રીમાં કામ રેપ્યુટેશન પર આધારિત મળે છે. આથી જૅકલિન તેના રેપ્યુટેશનને બગાડી રહી છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood jacqueline fernandez nora fatehi delhi high court