31 January, 2022 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમૃતા અરોરા
બૉલિવૂડ અભિનેત્રી અમૃતા અરોરા (Amrita Arora)નો આજે એટલે કે ૩૧ જાન્યુઆરીના રોજ ૪૧મો જન્મદિવસ છે. અભિનેત્રી તેની ફિલ્મો કરતા રિલેનશિપ અને વિવાદોને લઈને હંમેશા ચર્ચામાં રહી છે. આજે અભિનેત્રીના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેના જીવનની કેટલીજ જાણી-અજાણી વાતો.
અમૃતા અરોરાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દીના શરુઆતના સમયમાં પ્રશંસા મેળવી હતી. તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ ફિલ્મો ખુબ ફ્લોપ ગઈ હતી. હવે દુર્ભાગ્ય હોય કે બીજું કંઇક પરંતુ પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પછી પણ અમૃતા બૉલિવૂડમાં બહુ સફળ થઇ શકી નથી. જોકે, અભિનેત્રી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહી છે.
અમૃતા અરોરાએ વર્ષ ૨૦૨૨માં ફિલ્મ ‘કિતને દૂર કિતને પાસ’થી બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા ફરદીન ખાન હતો. પ્રથમ ફિલ્મ પછી ફરદીન ખાન સાથેના લિંકઅપના સમાચારને કારણે અભિનેત્રી વિવાદોમાં રહી હતી.
અમૃતા અરોરાએ રિયલ એસ્ટેટનો બિઝનેસ કરનાર શકીલ લડાક સાથે લગ્ન કર્યા છે. તેણે વર્ષ ૨૦૦૯માં શકીલ સાથે ખ્રિસ્તી અને મુસ્લિમ બંને રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા હતા. જોકે શકીલ પહેલેથી જ પરિણીત હતો. તેની પહેલી પત્નીનું નામ નિશા રાણા છે જે અમૃતાની બેસ્ટ ફ્રેન્ડ હતી. અભિનેત્રિએ પોતાની બેસ્ટ ફ્રેન્ડના પતિ સાથે જ લગ્ન કર્યા હોવાથી લોકો તેને હૉમ-બ્રેકર કહેતા હતા. જ્યારે અમૃતા શકીલને મળી ત્યારે તેઓ પહેલા સારા મિત્રો હતા પરંતુ બાદમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. તેમના લગ્ન સમયે એવી અફવાઓ ઉડી હતી કે, અમૃતા લગ્ન પહેલા ગર્ભવતી હતી. જેને કારણે તેને ઉતાવળમાં શકીક સાથે લગ્ન કરવા પડ્યા હતા. શકીલે તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપીને અમૃતા સાથે લગ્ન કર્યા છે. જ્યારે શકીલે નિશાને છૂટાછેડા આપીને અમૃતા સાથે લગ્ન કર્યા ત્યારે તેણે આરોપ લગાવ્યો કે અમૃતાના કારણે તેનું લગ્નજીવન બરબાદ થઈ ગયું. તેના અને શકીલના સંબંધો વચ્ચે અમૃતા આવી. તેણે તેના પતિની ચોરી કરી.
અભિનેત્રી અમૃતા અરોરા આજે તેની બહેન મલાઈકા અરોરા અથવા કરીના કપૂરની મિત્ર તરીકે ઓળખાય છે. એક સમય એવો હતો જ્યારે એવું લાગતું હતું કે અમૃતા ટોચની અભિનેત્રીઓમાં હશે, જોકે એક-બે ફિલ્મોને બાદ કરતાં તેની મોટાભાગની ફિલ્મો ફ્લોપ ગઈ હતી. અત્યારે ભલે તે ફિલ્મોમાં જોવા નથી મળતી પરંતુ મિત્રો સાથે પાર્ટી કરવાને કારણે તે હંમેશા ચર્ચામાં હોય છે.