જોઈ લો નુસરતનું ન્યુ યર લાઉન્જ

01 January, 2024 05:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા હતા. આ ફોટોમાં તે ક્લ‌િફ પર બેઠી દેખાઈ રહી છે.

નુસરત ભરૂચા

નુસરત ભરૂચા હાલમાં નવા વર્ષને વેલકમ કરવા માટે તૈયાર છે. તે હાલમાં વેકેશન માણી રહી છે. તેણે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા હતા. આ ફોટોમાં તે ક્લ‌િફ પર બેઠી દેખાઈ રહી છે. સાથે જ દરિયો અને આકાશ પણ દેખાઈ રહ્યાં છે. ફોટો શૅર કરીને નુસરતે કૅપ્શન આપી હતી કે ‘મારું ન્યુ યર લાઉન્જ. પથ્થરો, ગ્રીનરી, સન, સૅન્ડ અને બ્લુ વૉટર્સ. સાથે જ મારા વાળને ઉડાડતો પવન. ૨૦૨૩ બહુ જલદી નીકળી ગયું અને મને તો ખબર પણ ન પડી. આ વર્ષ ખૂબ જ ઇવેન્ટફુલ રહ્યું છે. આ વર્ષે મને ખૂબ જ નમ્ર, ગ્રેટફુલ અને સશક્ત બનાવી છે. નવા વર્ષને હું ખૂબ જ ઉત્સાહની સાથે વધાવવા માટે તૈયાર છું. ૨૦૨૪ તારું વેલકમ કરવા તૈયાર છું.’

entertainment news bollywood buzz bollywood news nushrat bharucha