midday

૧૫૦ કરોડ રૂપિયા

27 April, 2024 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે આટલી ફી લેશે અલ્લુ અર્જુન?
અલ્લુ અર્જુન

અલ્લુ અર્જુન

‘પુષ્પા 2 : ધ રૂલ’ની રિલીઝ પહેલાં અલ્લુ અર્જુને તેની ફી વધારી હોવાના સમાચાર સાંભળવા મળ્યા છે. તે અત્યાર સુધી એક ફિલ્મ માટે સો કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો. હવે પોતાની પૉપ્યુલૅરિટીને જોતાં તેણે ફી વધારી હોવાની શક્યતા છે. એવું જાણવા મળ્યું છે કે તેણે હવે ૧૫૦ કરોડ રૂપિયા ફી પેટે લેવાનું નક્કી કર્યું છે. તે એક સમયે એક પ્રોજેક્ટમાં પૂરી રીતે સમર્પિત થવા માગે છે. એથી આ ફિલ્મ સિવાય હાલમાં તેની પાસે અન્ય કોઈ ફિલ્મ નથી. તેની ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’એ ખૂબ ધમાલ મચાવી હતી. એ ફિલ્મનાં ડાન્સ સ્ટેપ્સ પર તો લોકોએ ખૂબ ડાન્સ કર્યો હતો. અનેક ફિલ્મમેકર્સ અલ્લુ અર્જુન સાથે કામ કરવા માટે આતુર છે. ‘પુષ્પા 2 : ધ રૂલ’ આ વર્ષે ઑગસ્ટમાં ઇન્ડિપેન્ડન્સ ડેના વીક-એન્ડમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને પાંચસો કરોડના બજેટમાં બનાવવામાં આવી છે. એના ડિજિટલ રાઇટ્સ ૨૫૦ કરોડમાં વેચાયા છે તો નૉર્થ ​ઇન્ડિયામાં બસો કરોડમાં થિયેટ્રિકલ રાઇટ્સ વેચવામાં આવ્યા છે.

Whatsapp-channel
allu arjun pushpa entertainment news bollywood bollywood news