નતાશા સાથેનો સંબંધ સમાપ્ત થયા પછી અનન્યાની નિકટ આવી રહ્યો છે હાર્દિક?

22 July, 2024 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનંત અંબાણીનાં લગ્નમાં સાથે ડાન્સ કર્યા બાદ હવે બન્નેએ સોશ્યલ મીડિયામાં એકમેકને કર્યાં ફૉલો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ હાલમાં જ વાઇફ નતાશા સ્ટૅન્કોવિક સાથે ડિવૉર્સની જાહેરાત કરી હતી. નતાશા હવે સર્બિયા તેના પેરન્ટ્સના ઘરે જતી રહી છે. તેમને ત્રણ વર્ષનો દીકરો છે. સોશ્યલ મીડિયામાં હાર્દિકે અને અનન્યા પાંડેએ એકબીજાને ફૉલો કરવાનું શરૂ કર્યું છે.

થોડા સમય પહેલાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં હાર્દિક અને અનન્યાએ સાથે ડાન્સ કર્યો હતો. એ વિડિયો હવે સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. એથી આ બન્ને એકમેકની નજીક આવ્યાં હોવાની પણ અટકળો શરૂ થઈ ગઈ છે. અનન્યાનું પણ આદિત્ય રૉય કપૂર સાથે થોડા સમય પહેલાં બ્રેકઅપ થયું હોવાની ચર્ચા છે. એવામાં હાર્દિક અને અનન્યા મેડ-ફૉર-ઇચ અધર દેખાય છે એવી તેમના ફૅન્સ પણ કમેન્ટ્સ કરી રહ્યા છે.

hardik pandya Ananya Panday Anant Ambani Radhika Merchant Wedding entertainment news bollywood bollywood news bollywood gossips relationships