28 November, 2022 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હંસિકા મોટવાની
હંસિકા મોટવાણીએ પોતાના ફ્રેન્ડ્સ સાથે ગ્રીસમાં બૅચલર પાર્ટી એન્જૉય કરી છે. તે ટૂંક સમયમાં ઑન્ટ્રપ્રનર સોહેલ ખતુરિયા સાથે લગ્ન કરવાની છે. તે ‘અવન્ત’ નામની ગાર્મેન્ટ બ્રૅન્ડનો માલિક છે. સોહેલે પૅરિસના આઇફલ ટાવર પાસે તેને પ્રપોઝ કર્યું હતું, એનો ફોટો હંસિકાએ સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. તેમણે પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત પણ કરી દીધી છે. એને માટે તેમણે માતા કી ચૌકી સાથે પ્રી-વેડિંગની શરૂઆત કરી હતી.
હવે હંસિકાએ બૅચલર પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં તેણે પોતાની ગર્લ-ગૅન્ગ સાથે ખૂબ ધમાલ કરી હતી. એની એક ક્લિપ પણ તેણે શૅર કરી હતી. તેણે વાઇટ સિલ્ક શર્ટ પહેર્યું છે અને એની પાછળ ‘બ્રાઇડ’ લખાયું છે. તો માથા પર તેણે ‘બ્રાઇડ’ લખેલું બૅન્ડ પહેર્યું છે. એની ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હંસિકાએ કૅપ્શન આપી હતી, ‘બેસ્ટ બૅચલરેટ એવર. સારા ફ્રેન્ડ્સ મળવાથી નસીબદાર છું.’