સોહેલનાં લગ્ન તૂટવા પાછળ હું કારણભૂત નથી : હંસિકા

11 February, 2023 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેલિબ્રિટી હોવાની તેને કિંમત ચૂકવવી પડે છે

હંસિકા મોટવાણી અને સોહેલ ખટુરિયા

હંસિકા મોટવાણીએ થોડા સમય અગાઉ સોહેલ ખટુરિયા સાથે લગ્ન કરી લીધાં છે. સોહેલ ડિવૉર્સી હતો. તેનાં પહેલાં લગ્ન રિન્કી સાથે થયાં હતાં અને એ વખતે તેમનાં લગ્નમાં હંસિકાએ પણ હાજરી આપી હતી. એથી લોકો તેના પર આરોપ મૂકી રહ્યા છે કે સોહેલનાં પહેલાં લગ્ન તૂટવા પાછળ હંસિકા જવાબદાર છે. હંસિકા અને સોહેલનાં લગ્નના શો ‘લવ શાદી ડ્રામા’ને ડિઝની+હૉટસ્ટાર પર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યો છે. એમાં સોહેલ કહી રહ્યો છે કે ‘હું અગાઉથી મૅરિડ હતો એ સમાચાર બહાર તો આવ્યા, પરંતુ એને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા. એમાં કહેવામાં આવ્યું કે હંસિકાને કારણે બ્રેકઅપ થયું હતું, જે તદ્દન ખોટું અને પાયાવિહોણું છે.’

આ પણ વાંચો: ડિઝની+હૉટસ્ટાર પર દેખાડવામાં આવશે હંસિકાની વેડિંગ ડૉક્યુમેન્ટરી

તો બીજી તરફ હંસિકાએ કહ્યું કે ‘એ સમયે હું તેને જાણતી હતી તો એનો અર્થ એ નથી કે મારી ભૂલ છે. હું પબ્લિક ફિગર હોવાથી મારા પર આંગળી ઉઠાવવી અને મને એમાં વિલન બનાવવી સરળ છે. એક સેલિબ્રિટી હોવાથી મારે એની કિંમત ચૂકવવી પડે છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood hansika motwani