13 April, 2023 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘જયતે’ના સેટ પરનો ફોટો શૅર કર્યો છે. એમાં તેમના માથા પર ઘટાદાર કાળા વાળ અને મૂછ પણ છે. તેઓ ઍક્ટરને સીન સમજાવી રહ્યા છે.
હંસલ મહેતાએ જણાવ્યું છે કે તેમને આજે પણ એક વાતનો વસવસો રહી ગયો છે. તેમણે બનાવેલી વેબ-સિરીઝ ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ લોકોને ખૂબ ગમી હતી. હંસલ મહેતા સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. તેઓ પોતાના આગામી પ્રોજેક્ટ્સની માહિતી તેમના ફૅન્સ સાથે સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘જયતે’ના સેટ પરનો ફોટો શૅર કર્યો છે. એમાં તેમના માથા પર ઘટાદાર કાળા વાળ અને મૂછ પણ છે. તેઓ ઍક્ટરને સીન સમજાવી રહ્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હંસલ મહેતાએ કૅપ્શન આપી હતી, ‘મારી પહેલી ફિલ્મ ‘જયતે’ના સેટ પરનો આ સૌથી જૂનો ફોટો છે. મને એક વાતનો પસ્તાવો છે કે મેં વીસની ઉંમરમાં આ સેટ પરથી જ સ્મોકિંગ કરવાનું શરૂ કરી દીધું હતું.’