09 January, 2023 05:51 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હંસલ મહેતા
ફિલ્મ નિર્માતા હંસલ મહેતા(Hansal Mehta)ની આગામી ફિલ્મ `ફરાઝ` (Faraaz),ઢાકાના કાફેમાં 2016ના આતંકવાદી હુમલા પર આધારિત ફિલ્મ 3 ફેબ્રુઆરી, 2023 ના રોજ સિનેમા હોલમાં રિલીઝ થવાની છે, સોમવારે નિર્માતાઓએ આ જાહેરાત કરી છે. અનુભવ સિન્હા અને ટી-સિરીઝના વડા ભૂષણ કુમાર દ્વારા નિર્મિત આ ફિલ્મ સિનેમાના દિગ્ગજ શશી કપૂરના પૌત્ર ઝહાન કપૂરની ડેબ્યુ ફિલ્મ છે અને તેમાં અભિનેતા પરેશ રાવલ (Paresh Rawal) અને તેના પુત્ર આદિત્ય રાવલ (Aditya Rawal)પણ છે. BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલની 2022 આવૃત્તિમાં `ફરાઝ`નું વર્લ્ડ પ્રીમિયર થયું હતું.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિરેક્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક તનાવભરી રાતમાં ચાલતી નેઇલ-બાઇટિંગ થ્રિલર તરીકે ડિઝાઇન કરવામાં આવેલ `ફરાઝ` સાથેનો મારો પ્રયાસ હિંસા સામે ઊભા રહેવા માટે જે અપાર હિંમત અને માનવતા છે તેના પર પ્રકાશ પાડવાનો છે."
નિર્માતા અનુભવ સિન્હાએ કહ્યું કે ફરાઝ એક એવી કહાની છે જેને બતાવવાની જરુર છે, હંસલે દુનિયાને હચમચાવી મુકે તેવી વિનાશકારી ઘટનાની કહાની સાથે ન્યાય કર્યો છે. આ એક એવા નાયકની ઘટના છે, જેણે એક બહાદુર વિકલ્પ પસંદ કર્યો અને એક યુવાનની ભાવનાની ઉજવણી કરી જે પોતાના પરિવાર સાથે હંમેશાં ઉભો રહ્યો.
આ પણ વાંચો: Pathaan Poster: હાથમાં બંદૂક લઈ નિકળ્યા મિશન પર શાહરુખ, દીપિકા અને જૉન, જુઓ
નિર્માતાએ ભૂષણ કુમારે જાહેર કર્યું કે લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં તેના વર્લ્ડ પ્રીમિયરમાં ફિલ્મને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. અમે આખરે એક યુવાન છોકરાની આ અકથિત વાર્તાને વિશ્વ સમક્ષ લાવવા માટે ઉત્સાહિત છીએ. `ફરાઝ` તમારા હૃદયમાં ચોક્કસ તાર લગાવશે કારણ કે તે તેના મૂળમાં બહાદુરી, મિત્રતા અને માનવતાની ઉજવણી કરે છે. આટલી મહત્વની ફિલ્મ સાથે જોડાઈને હું ખુશ છું."
જુહી બબ્બર, આમિર અલી, સચિન લાલવાણી, પલક લાલવાણી અને રેશમ સાહાની પણ ફિલ્મમાં સામેલ છે. `ફરાઝ`ને સાહિલ સાયગલ, સાક્ષી ભટ્ટ અને મઝહિર એમ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ ફિલ્મને T-Series અને બનારસ મીડિયા મહાન ફિલ્મ્સે સાથે મળીને સંયુક્ત રીતે બનાવી છે.