ફિલ્મમેકર હંસલ મેહતાનો પરિવાર થયો હતો કોરોના સંક્રમિત, કહ્યું આ...

11 May, 2021 07:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મમેકર હંસલ મેહતાએ ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તે જણાવે છે કે કેવી રીતે તેમણે અને તેમના પરિવારે કોરોનાને માત આપી અને ઘરે પાછા આવ્યા. જણાવવાનું કે પોસ્ટમાં હંસલ મેહતાએ મુંબઇ બીએમસીનો આભાર પણ માન્યો છે.

હંસલ મેહતા (ફાઇલ ફોટો)

ફિલ્મમેકર હંસલ મેહતાએ ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તે જણાવે છે કે કેવી રીતે તેમણે અને તેમના પરિવારે કોરોનાને માત આપી અને ઘરે પાછા આવ્યા. જણાવવાનું કે પોસ્ટમાં હંસલ મેહતાએ મુંબઇ બીએમસીનો આભાર પણ માન્યો છે.

હંસલ મેહતાએ લખી 4 પોસ્ટ્સ
હંસલ મેહતાએ એક પછી એક ટ્વીટ કરીને પોતાનો એક્સપીરિયન્સ શૅર કર્યો છે. તેમણે આ પોસ્ટ્સમાં જણાવ્યું કે કેવી રીતે પરિવારની કોરોનાને કારણે સ્થિતિ ગંભીર થઈ અને હવે તે રિકવરી સ્ટેજમાં છે. હંસલ મેહતાએ લખ્યું, "પરિવારના છ લોકો અને હું કોવિડ-19 પૉઝિટીવ આવ્યા હતા. દીકરીના સ્થિતિ ખૂબ જ નાજૂક હતી. અમે અસહાય અનુભવી રહ્યા હતા, કારણકે બધાં બીમાર હતા. સારું થયું કે અમે મુંબઇમાં જ હતા, જ્યાં બેડ, ઑક્સીજન અને દવાઓ ઉપલબ્ધ છે. હવે અમે બધા રિકવરી સ્ટેજ પર છીએ. અમે બધા ડૉક્ટર્સ, નર્સિસ, કૅરગિવર્સ અને ડિલીવરી સર્વિસ વાળાનો પણ આભાર માનું છું, સાથે જ ફ્રન્ટ લાઇન વર્કર્સનો, જેમને કારણે અમે બધાં સ્વસ્થ થઈ શક્યા. મિત્રો અને કેટલાક અજાણ્યા લોકોનો પણ આભાર માનું છું, જેમણે અમારા જલ્દી સ્વસ્થ થવાની કામના કરી."

હંસલ મેહતાએ આગળ લખ્યું કે બીએમસી સાથે મહારાષ્ટ્ર સરકારનો પણ આભાર માનું છું, જેમણે અમને સુરક્ષિતતાનો અનુભવ કરાવ્યો અને દેખરેખ પણ કરી. અમે તે લોકો માટે પ્રાર્થના કરીએ છીએ જે સામાન્ય દવાઓ અને આ ખતરનાક વાયરસ સામે જજૂમી રહ્યા છે. અમારાથી બનતી મદદ તેમને કરવા માટે તૈયાર છીએ. બધા સુરક્ષિત રહો. કૅરફુલ રહો. વેક્સીન લગાવડાવો. માસ્ક પહેરો. જેવા લક્ષણ દેખાય, તેવો તરત જ રિપૉર્ટ કરાવો, જેથી વહેમમાં ન રહો અને ધ્યાન રાખો.

જણાવવાનું તાજેતરમાં જ હંસલ મહેતાની વેબ-સીરિઝ સ્કેમ 1992 રિલીઝ થઈ હતી, જેને દર્શકો પાસેથી ઘણો પ્રેમ મળ્યો. ક્રિટિક્સે પણ આ વેબ સીરિઝના વખાણ કર્યા.

bollywood news bollywood bollywood gossips gujarat hansal mehta