21 April, 2023 03:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર (Twitter)એ એક મોટો ફેરફાર કરીને હલચલ મચાવી દીધી હતી. શુક્રવારે, ટ્વિટર પરથી ઘણા વેરિફાઇડ એકાઉન્ટ્સમાંથી બ્લુ ટિક (Blue Tick) હટાવવામાં આવી હતી. આ યાદીમાં અનેક રાજકારણીઓ, અભિનેતાઓ, પત્રકારો અને સેલિબ્રિટીઓ સહિત અનેકનો સમાવેશ થાય છે. બ્લુ ટિક નીકળી ગયું હોય તે યાદીમાં બોલિવૂડ સેલેબ્સ શાહરૂખ ખાન (Shah Rukh Khan), સલમાન ખાન (Salman Khan), રજનીકાંત (Rajinikanth) ઉપરાંત પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નું એકાઉન્ટ પણ સામેલ છે. જોકે, આ નવા બદલાવથી અમિતાભ બચ્ચન ખુબ નારાજ થયા છે અને ટ્વિટરના માલિક એલન મસ્ક (Elon Musk)ને હાથ-પગ જોડી રહ્યાં છે. તેમણે કરેલી સોશ્યલ મીડિયા પોસ્ટ જબરજસ્ત વાયરલ થઈ છે.
આ પણ વાંચો – Twitter: આજથી નહીં દેખાય મફતવાળા બ્લૂ ટિક, લેગેસી બ્લૂ ચેકમાર્ક ખસેડવાની જાહેરાત
ટ્વિટરના માલિક એલન મસ્કની નવી પોલિસી અનુસાર, હવે લેગસી વેરિફાઈડ બ્લુ ટિક માત્ર તે જ લોકોને આપવામાં આવશે જેઓ તેમની મેમ્બરશિપ લેશે. એટલે કે હવે બ્લુ ટિક માટે લોકોએ પોતાના ખિસ્સા ખાલી કરવા પડશે. આ પોલીસીથી પરેશાન મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાની આગવી સ્ટાઇલમાં તેમના એકાઉન્ટ પર બ્લુ ટિક પરત લાવવાની વાત કરી છે.
અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યું છે કે, ‘એ ટ્વિટર ભૈયા! સુન રહે હૈ? અબ તો પૈસા ભી ભર દિયે હૈં હમ… તો ઉ જો નીલ કમલ (બ્લુ ટીક) હોત હૈ ના, હમાર નામ કે આગે, ઉ તો વાપસ લગાય દેં ભૈયા, તાકિ લોગ જાન જાયેં કી હમ હી હૈં – અમિતાભ બચ્ચન… હાથ તો જોડ લિયે રહે હમ. અબ કા ગોડવા જોડે પડી કા??’
બીગ બીએ તેમની પોસ્ટમાં ટ્વિટરને બ્લુ ટિક પરત લાવવા વિનંતી કરી કારણ કે તેમણે મેમ્બરશિપ માટે પૈસા ભરી દીધા છે. બિગ બીના આ ટ્વીટમાં સૌથી મજાની વાત તેમની ભાષા હતી. શહેનશાહનું આ અનોખું ટ્વીટ તમને પેટ પકડીને હસાવશે.
આ પણ જુઓ – અમિતાભ બચ્ચને કેવી રીતે છોડી દારૂ અને સિગરેટની લત? `શરાબી` એ પોતે કર્યો ખુલાસો
અમિતાભ બચ્ચનનું આ પોસ્ટ ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને યુર્ઝસ તેના પર જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે કે, ‘શું આ તમારું કાઉન્ટ છે કે કોઈ તમારી ફીરકી લઈ રહ્યું છે.’ બીજાએ લખ્યું, ‘આવું છે.... હવે તમારે પણ લાઈનમાં ઊભા રહીને રાહ જોવી પડશે. પહેલા તમે જ્યાં ઉભા હતા ત્યાંથી લાઇન શરૂ થતી હતી’. ત્રીજાએ લખ્યું, ‘સાહેબ, અહીં તમારે લાઈનમાં ઊભા રહેવું પડશે. અહીં તમે જ્યાં ઉભા છો ત્યાંથી લાઇન શરૂ થાય છે તેની ગણતરી કરવામાં આવશે નહીં.’