01 January, 2024 05:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુલશન દેવૈયા , કલિરોઈ ઝિફેતા
ગુલશન દેવૈયા ફરી તેની એક્સ-વાઇફના પ્રેમમાં પડ્યો છે. તેમણે ત્રણ વર્ષ પહેલાં ડિવૉર્સ લીધા હતા. ગુલશન ફરી કલિરોઈ ઝિફેતાને ડેટ કરી રહ્યો છે. આપણે ઘણી સેલિબ્રિટીને જોયા છે જેમણે વર્ષો જૂના સંબંધ બાદ અલગ થવાનો નિર્ણય લીધો હોય. જોકે એવું ભાગ્યે જ જોવા મળે છે કે એક્સ-વાઇફ અથવા તો પાર્ટનર સાથે ફરી રિલેશનશિપમાં આવે. તેમણે ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં અને આઠ વર્ષના લગ્નજીવન બાદ ૨૦૨૦માં તેમના ડિવૉર્સ થયા હતા. ગયા વર્ષે ઑગસ્ટમાં તેણે ફરી તેની પત્ની સાથે વાતચીત શરૂ કરી હતી. તેઓ ફરી પહેલાં ફ્રેન્ડ બન્યાં હતાં. આ વિશે વાત કરતાં ગુલશને કહ્યું કે ‘અમારી બન્ને પાસે એકમેક માટે જે સારી વસ્તુઓ હતી અમે એને યાદ રાખવા અને સાચવીને રાખવા માગીએ છીએ. એ વાત અમને ફરી એ સ્ટેજ પર લઈને આવી કે ફરી આ રિલેશનને એક ચાન્સ આપી જોઈએ. આ વખતે અમારો રિલેશન તરફનો અપ્રોચ એકદમ અલગ છે. અમે એકદમ મૅચ્યોર અને પ્રોડક્ટિવ રીતે આગળ વધી રહ્યાં છીએ. દરેક વસ્તુ ફરી સારી બની જશે એની કોઈ ગૅરન્ટી નથી, પરંતુ અમને એકદમ અલગ અને સારું ફીલ થઈ રહ્યું છે એ પણ સાચું છે.’