19 September, 2022 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસંજ
દિલજિત દોસંજે જણાવ્યું છે કે તે બાળપણથી ૧૯૮૪માં થયેલી સિખોના નરસંહારની સ્ટોરી સાંભળતો આવ્યો છે. તેનો જન્મ પણ ૧૯૮૪માં થયો હતો. એ ઘટનાને દેખાડતી તેની ફિલ્મ ‘જોગી’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. એ ઘટના વિશે દિલજિતે કહ્યું કે ‘મારો જન્મ ૧૯૮૪માં થયો હતો. નરસંહારની એ સ્ટોરી હું સાંભળતાં-સાંભળતાં મોટો થયો છું. એના પર મને વિશ્વાસ નહોતો. હું જ્યારે મોટો થયો, જોયું અને એ ઘટના વિશે સાંભળ્યું ત્યારે જાણ થઈ કે ખરેખર આવું ઘટ્યું હતું. એથી એ બધી સ્ટોરીઝને મારી ફિલ્મમાં આવરી લેવામાં આવી છે. આ સ્ટોરી વાસ્તવિક છે. એમાં કંઈ પણ કાલ્પનિક નથી. ૧૯૮૪માં જે ઘટ્યું એના જે સાક્ષી હતા તેઓ આ સ્ટોરી સાથે રિલેટ કરી શકશે અને નવી પેઢીને એના વિશે જાણવા મળશે.’