19 December, 2024 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગોવિંદાનો દીકરો યશવર્ધન આહુજા
છેલ્લા 35 વર્ષોમાં બૉલિવૂડ અભિનેતા ગોવિંદાએ (Govinda’s Son Ready for Debut) આંખે, સાજન ચલે સસુરાલ, કુલી નંબર 1, એક ઔર એક ગ્યારહ, ભાગમ ભાગ અને પાર્ટનર જેવી અનેલ કૉમેડી ફિલ્મો દ્વારા દર્શકોને ખૂબ હસાવ્યા છે અને આજે પણ, તેને ભારતીય સિનેમાના સૌથી લોકપ્રિય અભિનેતામાનો એક ગણવામાં આવે છે, અને ઘણા ફિલ્મ નિર્માતાઓ તેની સાથે વિવિધ શૈલીઓ પર ફિલ્મો બનાવવામાં રસ ધરાવે છે. ગોવિંદા બાદ હવે, 2025 માં, તેનો દીકરો યશવર્ધન આહુજા થિયેટર સ્ક્રીન પર તેના અભિનયની શરૂઆત કરવા જઈ રહ્યો છે અને આ રીતે તે તેના પિતાના વારસાને આગળ ધપાવશે.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ યશવર્ધન આહુજા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Govinda’s Son Ready for Debut) નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર સાઈ રાજેશની આગામી ફિલ્મથી તેના એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ એક સ્પેશિયલ લવ સ્ટોરી પર આધારિત હશે, જે ગોવિંદાના વારસાની બીજી પેઢીને મોટા પડદા પર રજૂ કરશે. યશવર્ધને આ રોલ માટે ઓડિશન આપ્યું હતું અને તેની મહેનતના કારણે તેને આ રોલ મળ્યો હોવાનું કહેવામા આવી રહ્યું છે. આ ફિલ્મ સાઈ રાજેશ દ્વારા ડિરેક્ટ કરવામાં આવવાની છે અને મધુ મન્ટેના, અલ્લુ અરવિંદ અને એસકેએન ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.
અહેવાલો અને મળેલી માહિતી મુજબ આ ફિલ્મ માટે લીડ લીડની શોધ ચાલી રહી છે કારણ કે મેકર્સ નવી જોડીને લોન્ચ કરવા માગે છે. સૂત્રએ કહ્યું હતું કે, "મુકેશ છાબરા (Govinda’s Son Ready for Debut) આ કામ માટે દેશવ્યાપી સર્ચનું નેતૃત્વ કરી રહ્યા છે અને કાસ્ટિંગ ડિરેક્ટરને અત્યાર સુધીમાં 14,000 થી વધુ ઓડિશન ક્લિપ્સ મળી છે અને ફિલ્મ માટે લીડ મહિલા એક્ટરને ટૂંક સમયમાં ફાઇનલ કરવામાં આવશે કારણ કે નિર્માતાઓ દ્વારા 2025 ના ઉનાળાની ઋતુ સુધીમાં શૂટિંગ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેને પગલે અમે ફિલ્મની બીજી લીડને જલદીથી જલદી શોધી તેને ફાઇનલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે." સાઈ રાજેશ અને નિર્માતાઓ આ લવ સ્ટોરી માટે એક ખાસ અને ઈમોશનથી ભરપૂર મ્યુઝિક આલ્બમ બનાવવા પર કામ કરી રહ્યા છે, કારણ કે તેઓ જાણે છે કે લવ સ્ટોરીમાં મ્યુઝિક મોટી ભૂમિકા ભજવે છે.
આ ફિલ્મનું પ્રોડકશન શરૂ થવાનું છે. આ સાથે ફિલ્મમાં ગોવિંદાના દીકરા યશવર્ધન આહુજા સામે લીડ અભિનેત્રીની શોધ ચાલી રહી છે. જેથી જોવાનું એ રહેશે કે 35 વર્ષ સુધી બૉલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનય વડે લોકોના દિલ પર રાજ કરનાર અભિનેતા ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજા તેના ડેબ્યૂથી શું છાપ છોડશે.