11 January, 2023 10:47 AM IST | Los Angeles | Gujarati Mid-day Online Correspondent
એસ.એસ. રાજામૌલી અને આલિયા ભટ્ટ
આરઆરઆર(RRR)જ્યારથી રિલીઝ થઈ ત્યારથી ચોતરફ ચર્ચામાં છે અને ફિલ્મની ખુબ જ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મને અત્યાર સુધીમાં ઘણા અવૉર્ડ પોતાને નામે કર્યા છે. ત્યારે એસ.એસ. રાજામૌલી (S.S. Rajamauli)ની ફિલ્મને ગોલ્ડન ગ્લોબલ અવૉર્ડ (Golden Global Award) માટે બે કૅટેગરીમાં નૉમિનેટ થઈ છે. ગોલ્ડન ગ્લોબલની 80મી આવૃત્તિ અમેરિકાના કૅલિફૉર્નિયાના બેવેર્લી સ્થિત હિલ્ટનમાં શરૂ થઈ ગયો છે. આ સમારોહમાં ભારત માટે ખુબ જ ખુશીના સમાચાર છે. ગોલ્ડન ગ્લોબલ અવૉર્ડમાં RRRને સર્વશ્રેષ્ઠ નૉન-અંગ્રેજી ફિલ્મ અને સર્વશ્રેષ્ઠ ઓરિજિનલ ગીત `નાટૂ નાટૂ` ને નૉમિનેટ કરવામાં આવી હતી.
સુપરહિટ ફિલ્મ RRRના `નાટૂ નાટૂ` ગીતને બેસ્ટ સૉન્ગ ગોલ્ડન ગ્લોબલ અવૉર્ડ મળ્યો છે. માત્ર ફિલ્મે જ નહીં પરંતુ આ ગીતે પણ ઈતિહાસ રચી દીધો છે. ઈન્ડિયા પાસે બે દશકો બાદ આ અવૉર્ડ આવ્યો છે. મ્યુઝિક કમ્પૉઝર એમએમ કીરાવાની આ અવૉર્ડને લેવા માટે સ્ટેજ પર પહોંચ્યા હતાં. આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જ્યાં ફિલ્મની સ્ટારકાસ્ટનો હરખ જોવા મળી રહ્યો છે.
અવૉર્ડ સેરેમનીમાં રામ ચરણ, જૂનિયર એનટીઆર અને એસએસ રાજામૌલી ઉપસ્થિત રહ્યાં છે. નોંધનીય છે કે ગોલ્ડન ગ્લોબલ અવૉર્ડ્સની 80મી આવૃત્તિ અમેરિકામાં યોજાઈ છે. આ સમારોહનું આયોજન લૉસ એન્જેલિસના બેવર્લી હિલ્સમાં થયું છે. ગોલ્ડન ગ્લોબલ અવૉર્ડ્સ જીતવાની રેસમાં દુનિયાભરની ફિલ્મો હરિફાઈ કરી રહી છે.
આ પણ વાંચો: ‘RRR’ની બનશે સીક્વલ
ટ્વિટર પર અભિનંદનનો વરસાદ
સોશિયલ મીડિયા પર જેવા ગોલ્ડન ગ્લોબલ સિદ્ધ કર્યાના સમાચાર આવ્યા કે ફેન્સ ખુશી નાચવા લાગ્યા છે. સુપરસ્ટાર ચિરંજીવીએ પુત્ર રામ ચરણ(Ram Charan) સહિત પુરી ટીમને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે કેટલી શાનદાર અને ઐતિહાસિક સિદ્ધિ છે આપણા બધા માટે.
આ સાથે જ બૉલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે પણ ખુશી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: ‘RRR’ની ટિકિટ લૉસ ઍન્જલસના ચાઇનીઝ થિયેટરમાં ફક્ત ૯૮ સેકન્ડમાં વેચાઈ ગઈ
તો બીજી બાજુ બૉલિવૂડના સ્ટાર્સ શાહરુખ ખાન, અજય દેવગને પણ RRR ટીમને ભારોભાર હાર્દિક શુભેચ્છા પાઠવી છે.