07 February, 2023 04:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
પોતાના પર જાસૂસી કરતા લોકોને ચેતવણી આપતાં કંગના રનોટે જણાવ્યું છે કે તે ઘરમાં ઘૂસીને એ લોકોને મારશે. હાલમાં જ તેણે સોશ્યલ મીડિયામાં માહિતી આપી હતી કે કોઈ તેની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યું છે. તેના ઘરની બહાર ઊભા રહીને કોઈ તેના ફોટો ક્લિક કરે છે. આ આરોપ તેણે બૉલીવુડના એક યંગ કપલ પર લગાવ્યો છે, પરંતુ તેમના નામનો સ્પષ્ટ રીતે ખુલાસો નથી કર્યો. હવે આ લોકોને તેણે સુધરી જવા કહ્યું છે. ઇન્સ્ટાસ્ટોરી પર કંગનાએ લખ્યું કે ‘જે લોકોને મારી ચિંતા થઈ રહી હતી તેમને જણાવવા માગું છું કે ગઈ કાલ રાતથી મારી આસપાસ કોઈ શંકાસ્પદ હિલચાલ નથી દેખાઈ રહી, કોઈ પણ કૅમેરા કે કૅમેરા વગર મારો પીછો નથી કરી રહ્યું. દેખો જો ભૂત લાતોં સે માનતે હૈં વો તો સિર્ફ લાતોં સે હી માનતે હૈં. ચંગુ મંગુ ગૅન્ગને આ મારો મેસેજ છે. બચ્ચોં તમારો પનારો આજ સુધી કોઈ દેહાતી સાથે નથી પડ્યો. સુધરી જાઓ નહીં તો ઘર મેં ઘુસ કે મારુંગી. લોકોને લાગે છે કે હું પાગલ છું, પરંતુ તેમને એ નથી ખબર કે હું કેટલી મોટી પાગલ છું.’