04 March, 2023 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રણોત
કંગના રનોટે ફરીથી શાબ્દિક પ્રહારો કરતાં જણાવ્યું છે કે જનરેશન ઝી બ્રૅન્ડેડ કપડાં ભાડાં પર લેશે પરંતુ ઘર ખરીદવા માટે તેઓ સક્ષમ નથી એટલું જ નહીં, તેણે આ પેઢીને ‘ગાજર-મૂલી’ પણ કહી છે. કંગના હાલમાં ‘ચન્દ્રમુખી 2’નું શૂટિંગ કરી રહી છે. તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત ફિલ્મ ‘ઇમર્જન્સી’માં દેખાવાની છે. હવે ઇન્સ્ટાસ્ટોરી પર તીખા શબ્દોમાં કંગનાએ લખ્યું કે ‘જનરેશન ઝીનું શરીર અને પગ લાકડીઓ જેવા હોય છે. તેઓ મોટા ભાગનો પોતાનો સમય વાતચીત, નિરીક્ષણ અને વાંચનના બદલે ફોન પર પસાર કરે છે. તેમનામાં સામંજસ્ય અને ગંભીરતાનો અભાવ હોય છે આમ છતાં તેમનું એવું માનવું છે કે તેમને બૉસની પોસ્ટ મળે કે જેમને તેઓ માન નથી આપતા, કારણ કે તેમનો બૉસ અનુશાસનમાં માને છે અને સખત મહેનત કરીને તેઓ આ પોઝિશન પર પહોંચ્યા હોય છે. પરંતુ જનરેશન ઝી ઝડપથી સફળતામાં માને છે. જનરેશન ઝીને સ્ટારબક્સ અને અવાકાડોના ટોસ્ટ ગમે છે, પરંતુ ઘર ખરીદવું તેમના માટે શક્ય નથી. તેઓ સોશ્યલ મીડિયામાં પ્રભાવ પાડવા માટે બ્રૅન્ડેડ કપડાં ભાડા પર લે છે. જોકે લગ્ન અને વચનમાં તેઓ માનતા નથી. સ્ટડી પરથી તારણ નીકળ્યું છે કે તેઓ સેક્સમાં પણ આળસુ હોય છે. જનરેશન ઝી ખરેખર ‘ગાજર-મૂલી’ જેવી છે. તેમની મોટી-મોટી આંખો અને પાગલપનની વાતો કરે છે. તેમનું બ્રેઇનવૉશ સરળતાથી કરી શકાય છે. યોગ, સ્પોર્ટ્સ અને એક્સરસાઇઝ વિશે તમારું શું કહેવું છે?’કંગના રનોટે ફરીથી શાબ્દિક પ્રહારો કરતાં જણાવ્યું છે કે જનરેશન ઝી બ્રૅન્ડેડ કપડાં ભાડાં પર લેશે પરંતુ ઘર ખરીદવા માટે તેઓ સક્ષમ નથી એટલું જ નહીં, તેણે આ પેઢીને ‘ગાજર-મૂલી’ પણ કહી છે. કંગના હાલમાં ‘ચન્દ્રમુખી 2’નું શૂટિંગ કરી રહી છે. તે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત ફિલ્મ ‘ઇમર્જન્સી’માં દેખાવાની છે. હવે ઇન્સ્ટાસ્ટોરી પર તીખા શબ્દોમાં કંગનાએ લખ્યું કે ‘જનરેશન ઝીનું શરીર અને પગ લાકડીઓ જેવા હોય છે. તેઓ મોટા ભાગનો પોતાનો સમય વાતચીત, નિરીક્ષણ અને વાંચનના બદલે ફોન પર પસાર કરે છે. તેમનામાં સામંજસ્ય અને ગંભીરતાનો અભાવ હોય છે આમ છતાં તેમનું એવું માનવું છે કે તેમને બૉસની પોસ્ટ મળે કે જેમને તેઓ માન નથી આપતા, કારણ કે તેમનો બૉસ અનુશાસનમાં માને છે અને સખત મહેનત કરીને તેઓ આ પોઝિશન પર પહોંચ્યા હોય છે. પરંતુ જનરેશન ઝી ઝડપથી સફળતામાં માને છે. જનરેશન ઝીને સ્ટારબક્સ અને અવાકાડોના ટોસ્ટ ગમે છે, પરંતુ ઘર ખરીદવું તેમના માટે શક્ય નથી. તેઓ સોશ્યલ મીડિયામાં પ્રભાવ પાડવા માટે બ્રૅન્ડેડ કપડાં ભાડા પર લે છે. જોકે લગ્ન અને વચનમાં તેઓ માનતા નથી. સ્ટડી પરથી તારણ નીકળ્યું છે કે તેઓ સેક્સમાં પણ આળસુ હોય છે. જનરેશન ઝી ખરેખર ‘ગાજર-મૂલી’ જેવી છે. તેમની મોટી-મોટી આંખો અને પાગલપનની વાતો કરે છે. તેમનું બ્રેઇનવૉશ સરળતાથી કરી શકાય છે. યોગ, સ્પોર્ટ્સ અને એક્સરસાઇઝ વિશે તમારું શું કહેવું છે?’