02 October, 2022 06:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાડાચાર લાખ રૂપિયાની ચીટિંગ થઈ અનુ કપૂર સાથે
અનુ કપૂર સાથે ઑનલાઇન સાડાચાર લાખની છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો થયો છે. અનુ કપૂરને એક અજાણ્યો કૉલ આવ્યો હતો અને તેમને KYC અપડેટ કરવા જણાવ્યું હતું એથી તેમણે બૅન્ક ડિટેઇલ્સ અને વન ટાઇમ પાસવર્ડ સામેની વ્યક્તિને આપી દીધો હતો. એ જ ક્ષણે તેમના અકાઉન્ટમાંથી રકમ અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી. એથી તેમણે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ ઘટના વિશે પોલીસ અધિકારીએ કહ્યું કે ‘થોડા સમય બાદ કૉલરે ૪.૩૬ લાખ રૂપિયા અનુ કપૂરના અકાઉન્ટમાંથી અન્ય બે અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. એ પછી બૅન્કે તરત જ આ ટ્રાન્ઝૅક્શન વિશે તેમને જાણ કરી. આ બૅન્કે તેમનું અકાઉન્ટન ફ્રીઝ કર્યું છે. તેમને ૩.૦૮ લાખ રૂપિયા પાછી મળી જશે. ભારતીય દંડસંહિતા અને ઇર્ન્ફમેશન ટેક્નૉલૉજીની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઑનલાઇન ઠગનારાઓને પકડવાનો અમારો ઉદ્દેશ છે.’