10 May, 2021 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રણોત
કંગના રનોટ માટે હવે ટ્વિટર બાદ ઇન્સ્ટાગ્રામ પર પણ જોખમનાં વાદળ છવાયા છે. કંગનાને પણ કોરોના થયો છે. તેનું એવુ કહેવું છે કે તેણે કોરોનાનાં ખાતમા માટે એક પોસ્ટ શૅર કરી હતી એને ઇન્સ્ટાગ્રામે જ ડીલિટ કરી નાખી છે. એ વિશે એક પોસ્ટ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ લખ્યું હતું કે ‘ઇન્સ્ટાગ્રામે મારી એક પોસ્ટ ડીલિટ કરી છે, જેમાં મેં કોવિડને ખતમ કરવાની ધમકી આપી હતી. આવુ કરવાથી કોઈની ભાવનાને ઠેસ પહોંચી છે. એટલે કે ટ્વિટર પર આતંકવાદીઓ અને કમ્યુનિસ્ટો માટે સહાનુભૂતિ દેખાડનારા તો જોયા હતાં, પરંતુ કોવિડ ફેન ક્લબ કમાલનું છે. ઇન્સ્ટા પર આવ્યાનાં મને બે દિવસ જ થયા છે. જોકે મને લાગતું નથી કે હું અહીં એક અઠવાડિયાથી વધુ ટકી શકીશ.’