શાહરૂખ ખાન સ્ટારર ‘જવાન’નું સોન્ગ ‘ઝિંદા બંદા’ થશે લોન્ચ, જાણો ક્યારે?

07 September, 2023 05:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્રેલર પહેલા જવાનના મેકર્સ આ ફિલ્મનું એક ગીત લોન્ચ કરવાના છે. તમને જણાવી દઈએ કે આ ગીતનું નામ `ઝિંદા બંદા` છે. આ ટાઇટલ સોન્ગ હોઈ શકે છે. 

શાહરૂખ ખાનની ફિલ્મ `જવાન`નું પોસ્ટર (ફાઈલ તસવીર)

‘જવાન’ મૂવીએ તેના દર્શકો અને ચાહકોમાં ઉત્સાહ જનમાવ્યો છે. આ ફિલ્મને લગતી દરેક અપડેટ પર તેના ચાહકો ખુશ થઈ રહ્યા છે. હાલમાં જ વિલનનું પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan) મુખ્ય રોલમાં છે. તેની ફિલ્મ પઠાણની બ્લોકબસ્ટર સફળતા પછી એક્શન એન્ટરટેઇનર માટેનો હાઇપ ઘણા સ્તરે વધી ગયો હતો. 

ગયા અઠવાડિયે ટીઝર બહાર આવ્યા પછી લોકોમાં ઉત્સાહ છે. ચાહકો આ ફિલ્મના રીલિઝ થવાની રાખ જોઈ રહ્યા છે.  આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થાય તે પહેલાં ચાહકો ટ્રેલર તેમજ ફિલ્મના ગીતોનો આંનદ માણવા માટે ઉત્સાહિત છે.

એવી માહિતી સામે આવી રહી છે કે ટ્રેલર પહેલા જવાનના મેકર્સ આ ફિલ્મનું એક ગીત લોન્ચ કરવાના છે. તમને જણાવી દઈએ કે આ ગીતનું નામ `ઝિંદા બંદા` છે. આ ટાઇટલ સોન્ગ હોઈ શકે છે. 
આ ગીતમાં શાહરૂખ ખાન છે અને તેનું શૂટિંગ મોટા સ્કેલ પર કરવામાં આવ્યું છે. નિર્માતાઓને વિશ્વાસ છે કે ટ્રેક સોન્ગ દર્શકોને જરૂર ખુશ કરી દેશે. ફિલ્મ મેકર્સ એવું પણ જણાવી રહ્યા છે કે `ઝિંદા બંદા`નો ઓડિયો પણ લોકોને ખૂબ જ પસંદ પડશે. આ સોન્ગ સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર દ્વારા સારી રીતે ટ્યુન થયેલ છે. રસપ્રદ વાત એ છે કે જવાન અનિરુદ્ધના પ્રથમ હિન્દી ફિલ્મ આલ્બમ સાબિત થવાની છે.

આ ગીત ક્યારે થશે રીલિઝ?

આ સવાલના જવાબ તરીકે સૂત્રો જણાવી રહ્યા છે કે “મેકર્સે હજી સુધી કોઈ તારીખ લૉક કરી નથી, પરંતુ તે ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં લૉન્ચ થઈ શકે છે. ટ્રેલરને પણ કટ કરી દેવામાં આવ્યું છે પરંતુ તેનું લોન્ચિંગ રિલીઝની આસપાસ જ કરવામાં આવશે.”

આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત નયનથારા, વિજય સેતુપતિ, પ્રિયમણી, સાન્યા મલ્હોત્રા, સુનીલ ગ્રોવર અને અન્ય કલાકારો છે. દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ ખાસ અપિયરન્સમાં જોવા મળવાની છે. મળતી માહિતી મુજબ સંજય દત્ત અને થાલાપતિ વિજય પણ આ ફિલ્મમાં કેમિયોમાં જોવા મળશે. જવાન ફિલ્મ એટલી દ્વારા નિર્દેશિત છે અને તે તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થવાની છે.

ચાહકોને ખાસ જણાવવાનું કે જવાન પછી શાહરૂખ ખાનની આ વર્ષે વધુ એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ બીજી ફિલ્મ એટલે કે ડંકી. બીજા શબ્દોમાં કહીએ તો SRKની 2023માં ત્રણ જેટલી ફિલ્મ રિલીઝ થઈ શકે છે. આ ડંકી ફિલ્મનું નિર્દેશન બ્લોકબસ્ટર ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની પણ ખાસ રોલમાં જોવા મળવાના છે.

 

Shah Rukh Khan sanjay dutt deepika padukone sunil grover indian music bollywood news bollywood gossips bollywood entertainment news jawan