ખામોશી માટે પહેલી પસંદગી હું નહીં પણ માધુરી દી‍‍ક્ષિત કાં તો કાજોલ હતી

11 August, 2024 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનીષા કોઇરાલાને આ વાત ખુદ સંજય લીલા ભણસાલીએ કહેલી

મનીષા કોઇરાલા

મનીષા કોઇરાલાની ‘ખામોશી :  ધ મ્યુઝિકલ’ની રિલીઝને શુક્રવારે ૨૮ વર્ષ થયાં છે. સલમાન ખાન સાથેની આ ફિલ્મ ૧૯૯૬ની ૯ ઑગસ્ટે રિલીઝ થઈ હતી. એ ફિલ્મ સાથે જોડાયેલી માહિતી આપતાં મનીષા કોઇરાલાએ જણાવ્યું કે તે આ ફિલ્મ માટે પહેલી પસંદગી નહોતી. આ ફિલ્મ દ્વારા સંજય લીલા ભણસાલીએ ડિરેક્શનમાં ઝંપલાવ્યું હતું. એ વખતે આ ફિલ્મમાં માધુરી દી‍‍ક્ષિત અથવા કાજોલને લેવાની તેમની ઇચ્છા હતી. એ વિશે મનીષા કોઇરાલા કહે છે, ‘મેં ૨૮ વર્ષ પહેલાં ‘ખામોશી’માં કામ કર્યું હતું અને એ રોલ માટે હું તેમની પહેલી પસંદ નહોતી. મને યાદ છે કે અમે બન્ને સારા ફ્રેન્ડ્સ બની ગયાં હતાં અને તેણે મને કહ્યું કે ‘મનીષા, મેં સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. એને એક વખત વાંચી જા. તું એમાં કામ નહીં કરે. કાજોલ કાં તો માધુરી મારી પહેલી પસંદ છે.’ કોઈ પણ ઍક્ટ્રેસ માટે એ સ્ક્રિપ્ટ બ્રિલિયન્ટ હતી. મેં તેમને કહ્યું કે જો એ બન્ને ના પાડે તો હું છું. સદ્નસીબે એ ફિલ્મ મને મળી ગઈ.’

manisha koirala madhuri dixit sanjay leela bhansali kajol bollywood news bollywood gossips bollywood entertainment news