19 April, 2019 04:10 PM IST |
હેરા ફેરી 3
હેરાફેરી અને તેની સિક્વલ ફિર હેરા ફેરી બંને ફિલ્મે દર્શકોને ખૂબ હસાવ્યા હતા. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી. અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની તિકડીએ દર્શકોના મનમાં સ્થાન જમાવી દીધું. બાદમાં લાંબા સમય સુધી આ ફિલ્મનો ત્રીજો ભાગ આવે તેચી ચર્ચા હતી. હવે આખરે 19 વર્ષ બાદ પ્રિયદર્શન, અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે કામ કરવા તૈયાર છે. હેરા ફેરીના ત્રીજા ભાગ સાથે અક્ષય, સુનીલ અને પરેશની ત્રિપુટી ફરી એકવાર 19 વર્ષ પછી પ્રિયદર્શન સાથે મળીને ખુશીનો પટારો લઇને આવી રહી છે.
મળતી માહિતી મુજબ વખતે હેરા ફેરી 3માં ટાઇમ લીપ હશે જેમાં ત્રણેય એક્ટર્સ પોતાની વર્તમાન ઊંમરથી નજીકની ઊંમરના પાત્રો ભજવતા જોવા મળશે. જેમાં અક્ષય કુમાર રાજૂના, પરેશ રાવલ બાબૂરાવના અને સુનીલ શેટ્ટી શ્યામના બદલાયાલ રૂપમાં જોવા મળશે. આ ટાઇમ લીપમાં ત્રણે પોતાની ઉંમરની કેટલા નજીક હશે, તેમના વાળ સફેદ હશે કે નહીં એ ભેદ તો ફિલ્મ આવવા પર જ ખબર પડશે.
હેરા ફેરીનો પહેલો ભાગ પ્રિયદર્શનના નિર્દેશનમાં બન્યો હતો, તો બીજી સિક્વલ નીરજ વોરાએ ડાયરેક્ટ કરી હતી. હેરા ફેરીની ત્રીજી સિક્વલ ઇન્દ્ર કુમારના ડાયરેક્શનની ચર્ચા હતી. પણ ઇન્દ્ર કુમારે કોઇક કારણસર ફિલ્મને ડાયરેક્ટ કરવાથી પોતાના હાથ પાછાં ખેંચી લીધા. તે પોતાના આગામી પ્રૉજેક્ટ માટે અજય દેવગન સાથે આગળ વધી ચૂક્યા છે.
આ પણ વાંચો : "બધું બરાબર ચાલતું હતું પણ...." મલાઇકા સાથે ડિવોર્સ પર બોલ્યો અરબાઝ ખાન
એક ઇન્ટરવ્યૂમાં પ્રિયદર્શને આ બાબતનું સમર્થન કર્યું કે તે, સુનીલ અને ફિલ્મના પ્રૉડ્યુસર ફિરોઝ સાથે વાત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અત્યારે તે એક મલયાલમ ફિલ્મ મરક્કરઃ દ લાયન ઑફ એરેબિયન સીમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પૂરી થયા પછી તે માત્ર હેરા ફરી પર ધ્યાન આપશે. ફિલ્મનું બેઝિક આઇડિયા હેરા ફેરી-2ના નિર્દેશન-નિર્માતા અને અભિનેતા, દિવંગત નીરજે લખ્યું હતું. પ્રિયદર્શન અને ફિલ્મની આખી ટીમ આ આઇડિયા પર ફિલ્મના સ્ક્રીનપ્લેને વધુ મઠારવાનો પ્રયત્ન કરશે.