બાઝીગર 2માં જોવા મળશે શાહરુખ અને અક્ષય?

24 May, 2024 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૯૩માં આવેલી ‘બાઝીગર’માં શાહરુખે કામ કર્યું હતું અને એ તેની કરીઅર માટે ખૂબ જ મહત્ત્વની ફિલ્મ રહી હતી

અક્ષય અને શાહરુખ

ફિલ્મમેકર્સ અબ્બાસ-મસ્તાન હવે શાહરુખ ખાન અને અક્ષયકુમારને લઈને ‘બાઝીગર 2’ બનાવશે એવી ચર્ચા ચાલી રહી છે. ૧૯૯૩માં આવેલી ‘બાઝીગર’માં શાહરુખે કામ કર્યું હતું અને એ તેની કરીઅર માટે ખૂબ જ મહત્ત્વની ફિલ્મ રહી હતી. અબ્બાસ–મસ્તાને હાલમાં જ એક પૉડકાસ્ટમાં હાજરી આપી હતી. એ દરમ્યાન તેમને ફૅન્સના સવાલો પૂછવામાં આવ્યા હતા. એક ફૅન્સે ‘બાઝીગર’ની સીક્વલ વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે જરૂર ફિલ્મ બનાવવામાં આવશે. જોકે એ સીક્વલમાં શાહરુખ અને અક્ષયને સાથે લેવા માટે સજેશન આપવામાં આવતાં 
મસ્તાને કહ્યું કે ‘આપકે પાસ કહાની હૈ તો દીજિએ. ઝરૂર બનાએંગે.’

akshay kumar Shah Rukh Khan upcoming movie abbas-mustan entertainment news bollywood bollywood news