midday

ફિલ્મમેકર સુભાષ ઘઈને શ્વાસની તકલીફ થઈ, હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યા

08 December, 2024 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લીલાવતી હૉસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા મુજબ સુભાષ ઘઈની તબિયત બુધવારથી જ સારી નહોતી
સુભાષ ઘઈ

સુભાષ ઘઈ

બૉલીવુડના ૭૯ વર્ષના જાણીતા ફિલ્મમેકર સુભાષ ઘઈને શ્વાસ લેવામાં તકલીફ થવાની સાથે ચક્કર આવવાને કારણે બાંદરામાં આવેલી લીલાવતી હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. લીલાવતી હૉસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા મુજબ સુભાષ ઘઈની તબિયત બુધવારથી જ સારી નહોતી એટલે તેમને પહેલાં જનરલ વૉર્ડમાં રાખવામાં આવ્યા હતા, પણ તેમની તબિયતમાં સુધારો ન થતાં હવે તેમને ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં ઍડ્મિટ કરવામાં આવ્યા છે. કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. જલીલ પારકર, ડૉ. નીતિન ગોખલે અને ન્યુરોલૉજિસ્ટ ડૉ. વિજય ચવાણના સુપરવિઝનમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ICUમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યા બાદ સુભાષ ઘઈની તબિયતમાં સુધારો થયો છે એટલે તેમને એકાદ-બે દિવસમાં ફરી જનરલ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવે એવી શક્યતા છે.

Whatsapp-channel
subhash ghai lilavati hospital bandra entertainment news bollywood bollywood news