Filmfare Awards 2024 Winners: બેસ્ટ એક્ટર રણબીર કપૂર, બેસ્ટ અભિનેત્રી અને ફિલ્મ?

29 January, 2024 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના ગાંધીનગરમાં 69માં ફિલ્મફેર એવોર્ડ(Filmfare Awards 2024 Winners)ની શરૂઆત થઈ. હોસ્ટ કરણ જોહરે તેના કો-હોસ્ટ મનીષ પોલ સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી.જાણો આ અવોર્ડમાં કોણે કોણે મારી બાજી

રણબીર કપૂર અને વિક્રાંત મેસી

Filmfare Awards 2024 Winners:ગુજરાતના ગાંધીનગરમાં 69માં ફિલ્મફેર એવોર્ડની શરૂઆત થઈ. હોસ્ટ કરણ જોહરે તેના કો-હોસ્ટ મનીષ પોલ સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી. વરુણ ધવન, જાહ્નવી કપૂર અને કરીના કપૂર ખાન જેવા ઘણા સેલેબ્સે તેમના પર્ફોર્મન્સથી ઈવેન્ટમાં આકર્ષણ જમાવ્યું હતું. તૃપ્તિ ડિમરીએ ફિલ્મફેર અવોર્ડમાં ડેબ્યુ કર્યુ. 69માં ફિલ્મફેર એવોર્ડનું નોમિનેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. `એનિમલ` માટે રણબીર કપૂરનું નામ નોમિનેશન લિસ્ટમાં સૌથી આગળ હતું. શાહરૂખ ખાન જેમના માટે 2023 તેની કારકિર્દીના શ્રેષ્ઠ વર્ષોમાંનું એક હતું. તેને બેસ્ટ એક્ટર કેટેગરીમાં બે નોમિનેશન મળ્યા હતા. અત્યાર સુધી જાહેર થયેલા પુરસ્કારોની યાદી જોઈએ. 

 

1- બેસ્ટ મ્યુઝિક આલ્બમ ફિલ્મફેર એવોર્ડ - એનિમલ

શ્રેષ્ઠ સંગીત આલ્બમનો ફિલ્મફેર એવોર્ડ પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર અને ગુરિન્દર સીગલને `એનિમલ` માટે મળ્યો હતો.

2-  બેસ્ટ સૉન્ગ ફિલ્મફેર - `જરા હટકે જરા બચકે`નું `તેરે વાસ્તે`

69માં ફિલ્મફેર એવોર્ડ્સમાં, અમિતાભ ભટ્ટાચાર્યને `જરા હટકે જરા બચકે`ના `તેરે વાસ્તે` માટે શ્રેષ્ઠ ગીત માટેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

3- અપકમિંગ મ્યુઝિક ટેલેન્ટ એવોર્ડ માટે આર ડી બર્મન એવોર્ડ

શ્રેયસ પુરાણિકને `એનિમલ` તરફથી `સતરંગા` માટે અપકમિંગ મ્યુઝિક ટેલેન્ટ માટે આર ડી બર્મન એવોર્ડ મળ્યો છે.

4-  બેસ્ટ ડાયલોગ - રૉકી ઔર રાની કી પ્રેમ કહાની

ઈશિતા મોઈત્રાએ `રોકી ઔર રાની કી પ્રેમ કહાની` માટે શ્રેષ્ઠ સંવાદનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

5- બેસ્ટ સ્ક્રીન પ્લે એવોર્ડ: 12th Fail

વિધુ વિનોદ ચોપરાને ફિલ્મફેર એવોર્ડ્સ 2024માં `12th Fail` માટે શ્રેષ્ઠ સ્ક્રીન પ્લે માટેનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

6- બેસ્ટ સ્ટોરી ફિલ્મફેર એવોર્ડ: OMG 2 અને જોરામ

69માં ફિલ્મફેર એવોર્ડ્સમાં, અમિત રાયને `OMG 2` માટે અને દેવાશિષ માખીજાને `ઝોરમ` માટે શ્રેષ્ઠ વાર્તા માટેનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

7- લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડઃ ડેવિડ ધવન

બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક ડેવિડ ધવનને ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે.

8- બેસ્ટ પ્લેબેક સિંગર મેલ: ભૂપિન્દર બબ્બલ

ભૂપિન્દર બબ્બલને `એનિમલ` ના `અરજન વેલી` માટે શ્રેષ્ઠ પ્લેબેક (પુરુષ) માટેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

9- બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલઃ શિલ્પા રાવ

બેસ્ટ પ્લેબેક ફિમેલ  માટેનો ફિલ્મફેર એવોર્ડ શિલ્પા રાવને `પઠાણ`ની `બેશરમ રંગ` માટે આપવામાં આવ્યો હતો.

10- બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર - ધક ધક

તરુણ દુડેજાને `ધક ધક` માટે બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

11- બેસ્ટ ડેબ્યુ (ફિમેલ) માટે ફિલ્મફેર પુરસ્કાર: અલીઝેહ અગ્નિહોત્રી

સલમાન ખાનની ભત્રીજી અલીઝેહને બેસ્ટ ડેબ્યુ ફીમેલનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

12- બેસ્ટ ડેબ્યુ (મેલ) માટે ફિલ્મફેર પુરસ્કાર: આદિત્ય રાવલ

આદિત્ય રાવલે ફરાઝ ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ ડેબ્યુ મેલ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો હતો.

13-  બેસ્ટ સપોર્ટિંગ એક્ટર  (મેલ) ફિલ્મફેર એવોર્ડ

વિકી કૌશલને ફિલ્મ `ડંકી` માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.

14-  બેસ્ટ સપોર્ટિંગ એક્ટર  (ફિમેલ) ફિલ્મફેર એવોર્ડ

શબાના આઝમીને ફિલ્મ `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની` માં સહાયક ભૂમિકા માટે એવોર્ડ મળ્યો હતો.

15- બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) માટેનો ફિલ્મફેર એવોર્ડ - જોરામ

દેવાશિષ માખીજાની જોરામને બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

16. મુખ્ય ભૂમિકામાં બેસ્ટ અભિનેતા માટેનો ફિલ્મફેર એવોર્ડ (ફિમેલ)- આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટને  `રૉકી ઔર રાની કી પ્રેમ કહાની` માટે બેસ્ટ એક્ટર ઇન અ લીડિંગ રોલ (ફિમેલ)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

17: મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા (મેલ) માટેનો ફિલ્મફેર એવોર્ડ - રણબીર કપૂર

રણબીર કપૂરને ફિલ્મ "એનિમલ" માટે બેસ્ટ એક્ટર ઇન અ લીડિંગ રોલ (મેલ)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

18: ફિલ્મફેર એવોર્ડ્સ શ્રેષ્ઠ ફિલ્મ- 12th Fail

શ્રેષ્ઠ ફિલ્મ માટે વિક્રાંત મેસીની ફિલ્મ "12th Fail" પસંદ કરવામાં આવી હતી.

19: બેસ્ટ દિગ્દર્શક માટેનો ફિલ્મફેર એવોર્ડ- વિધુ વિનોદ ચોપરા

ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપરાને "12th Fail" માટે બેસ્ટ ડિરેક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

20: બેસ્ટ અભિનેતા મેલ (ક્રિટિક) માટેનો ફિલ્મફેર એવોર્ડ - વિક્રાંત મેસી

અભિનેતા વિક્રાંત મેસીને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરૂષ (ક્રિટિક) એવોર્ડ આપવામાં આવ્યો હતો.

21: બેસ્ટ અભિનેત્રી ફિમેલ (ક્રિટિક) માટેનો ફિલ્મફેર એવોર્ડ - રાની મુખર્જી

`મિસિજ ચેટર્જી વર્સીઝ નોર્વે` માટે રાની મુખર્જીને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી ફિમેલ (ક્રિટિક) માટે પસંદ કરવામાં આવી હતી.

filmfare awards bollywood news entertainment news gandhinagar ranbir kapoor alia bhatt vicky kaushal vikrant massey bollywood events karan johar