midday

ફિલ્મફેર અવૉર્ડ્‍સમાં ‘સૅમ બહાદુર’એ મારી ત્રણ અવૉર્ડની બાજી : ‘જવાન’ અને ‘ઍનિમલ’ને મળ્યા બે-બે અવૉર્ડ

29 January, 2024 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કર્ટન રેઝર ઇવેન્ટમાં જાહ્નવી કપૂરે પોતાની અદાથી ચાર ચાંદ લગાવી દીધા હતા.
બોલીવુડ સેલિબ્રિટી

બોલીવુડ સેલિબ્રિટી

ગુજરાતના ગાંધીનગરમાં ૬૯મા ફિલ્મફેર અવૉર્ડ્‍સની ભવ્યતાથી શરૂઆત થઈ હતી. એની કર્ટન રેઝર ઇવેન્ટમાં જાહ્નવી કપૂરે પોતાની અદાથી ચાર ચાંદ લગાવી દીધા હતા. તેણે બ્લૅક વેલ્વેટ ગાઉન પહેરીને રૅમ્પ-વૉક કર્યું હતું. આ સ્ટારસ્ટડેડ ઇવેન્ટમાં અનેક સેલિબ્રિટીએ હાજરી નોંધાવી હતી. એને જોતાં ગ્લૅમર, કલ્ચર અને સેલિબ્રેશનનો સંગમ દેખાયો હતો. ગઈ કાલે મુખ્ય ઇવેન્ટ આયોજિત કરવામાં આવી હતી. એમાં અનેક શાનદાર પર્ફોર્મન્સે પણ સ્ટેજ પર ધમાલ મચાવી હતી. 

જોઈએ કઈ ફિલ્મને કયો અવૉર્ડ મળ્યો.
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન         ‘સૅમ બહાદુર’
બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઇન        ‘સૅમ બહાદુર’
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન     ‘સૅમ બહાદુર’
બેસ્ટ બૅકગ્રાઉન્ડ સ્કોર        ‘ઍનિમલ’
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન        ‘ઍનિમલ’
બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ    ‘જવાન’
બેસ્ટ ઍક્શન                     ‘જવાન’
બેસ્ટ એડિટિંગ                  ‘12th ફેલ’
બેસ્ટ કોરિયોગ્રાફી              ગણેશ આચાર્ય  ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’

bollywood buzz bollywood news bollywood events filmfare awards animal jhanvi kapoor ranbir kapoor