Filmfare Awards 2024: શા માટે એવૉર્ડ્સનું આયોજન ગુજરાતમાં? કરણ જોહરે કર્યો ખુલાસો

16 January, 2024 03:02 PM IST  |  Mumbai | Nirali Kalani

બૉલિવૂડનો સૌથી મોટો અવોર્ડ સમારોહ ફિલ્મફેર એવૉર્ડ્સ 2024 આ વર્ષે ગુજરાતના ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યો છે. પણ આની પાછળનું કારણ તમને ખબર છે? પ્રેસ કોન્ફરન્સમાં કરણ જોહરે આ અંગે ખુલાસો કર્યો હતો.

ફિલ્મફેર વોર્ડ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન

Filmfare Awards 2024 :હિન્દી ફિલ્મ ઉદ્યોગના શ્રેષ્ઠ કલાકારો અને ટેકનિશિયનોને સન્માનિત કરવા માટે ફિલ્મફેર એવૉર્ડ્સ (Filmfare Awards 2024)આવી ગયો છે. આ વર્ષે ગુજરાત ટુરીઝમના સહયોગથી 69મો હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ 2024, ગાંધીનગર, ગુજરાત ખાતે સ્ટાર્સનો જમાવડો જોવા મળશે. આ રોમાંચક સાંજની શરૂઆત કરવા માટે ફિલ્મફેર (Filmfare Awards 2024 ) એ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં કરણ જોહર, વરુણ ધવન અને જાહ્નવી કપૂરે હાજરી આપી હતી.

કરણ જોહરે મજાકિયા અંદાજમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે “આ 69મો ફિલ્મફેર એવોર્ડ છે. આ વરુણનું ફેવરિટ હશે કારણ કે તે 69મી આવૃત્તિ છે." તેણે વધુમાં ઉમેર્યું, “આવતા વર્ષે, તે 70મો હશે જે મારો પ્રિય નંબર હશે કારણ કે 7 મારો લકી નંબર છે." આ સાથે જ ગુજરાતમાં એવૉર્ડ્સનું આયોજન કરવા પાછળના હેતુ વિશે વાત કરતાં કરણે કહ્યું કે "હું ગુજરાતની મુલાકાત લેવા ખુબ જ ઉત્સાહિત છું. ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને હવે સશક્તિકરણ તથા આર્થિક વૃદ્ધિની ભૂમિની ઉજવણી કરવા માટે હું આતુર છે. ગુજરાત વિકાસના માર્ગ પર છે.  એવામાં ગુજરાત ફિલ્મફેર એવૉર્ડ્સના આયોજન માટે બેસ્ટ સ્થળ બન્યું છે. સિનેમામાં બે મુખ્ય વસ્તુઓ છે, સેલ્યુલોઇડ પર આપણી સંસ્કૃતિનું પ્રદર્શન અને સિનેમા હોલમાં વિશાળ આર્થિક વૃદ્ધિ અને તે બંને માટે ગુજરાત વિશેષ સ્થાન છે."

વરુણ ધવને તેની ડેબ્યૂ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરની રિલીઝના થોડા મહિના પછી 2013માં પહેલીવાર પર્ફોર્મ કરવાની વાત શરૂ કરી હતી. કરણ જોહર દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની અભિનય કારકિર્દીની શરૂઆત થઈ હતી. રસપ્રદ વાત એ છે કે, આયુષ્માન ખુરાનાએ તે વર્ષે વિકી ડોનર માટે એવોર્ડ જીત્યો હતો. આના પર કરણે કટાક્ષ કર્યો, "વરુણ, સિદ અને આલિયાએ તે વર્ષે ડેબ્યૂ કર્યું હતું અને તેમાંથી કોઈએ પહેલું ઈનામ જીત્યું ન હતું." તેના પર વરુણે કહ્યું, "આયુષ્માન જીત્યો અને તે તેના હકદાર હતો."

ત્યારબાદ કરણ જોહરે ફિલ્મફેર સાથેના તેમના લાંબા જોડાણ વિશે વાત કરી, “મેં ફિલ્મફેર એવોર્ડ્સને કારણે હોસ્ટ કરવાનું શરૂ કર્યું. વર્ષ 2001 માં મને હોસ્ટ કરવાનું કહેવામાં આવ્યું અને મેં કર્યું. આ પ્રથમ વખત હતું કે હું કોઈ ઈવેન્ટ હોસ્ટ કરી રહ્યો હોય. યજમાન તરીકેની મારી સફર અહીંથી શરૂ થઈ. તેથી, મને ફિલ્મફેર સાથે ભાવનાત્મક લગાવ છે.`` આ દરમિયાન જાહ્નવી કપૂરે પણ ફિલ્મફેર વિશે ઘણા રસપ્રદ ખુલાસા કર્યા હતાં.

ગાંધીનગરમાં ગિફ્ટ સીટી ખાતે બૉલિવૂડના સૌથી મોટા એવોર્ડ સમારોહનું આયોજન થવાનું છે. આ વખતે કરીના કપૂર, વરુણ ધવણ, જાહ્નવી કપૂર અને સારા અલી ખાન તથા રણવીર સિંહ સહિતના સ્ટાર્સ સ્ટેજ પર ધુમ મચાવવાના છે. 

filmfare awards gandhinagar karan johar bollywood news varun dhawan jhanvi kapoor gujarat