08 November, 2022 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાર્તિક આર્યન
કાર્તિક આર્યનનું કહેવું છે કે તેણે પહેલી વાર ‘ફ્રેડી’ માટે ડાર્ક સાઇડને એક્સપ્લોર કરી છે. એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મને શશાંક ઘોષ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મને બીજી ડિસેમ્બરે ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ વિશે વાત કરતાં એકતાએ કહ્યું કે ‘પહેલી વાર કાર્તિક આ ફિલ્મમાં અલગ અવતારમાં જોવા મળશે. અમે ડિઝની + હૉટસ્ટાર સાથે પાર્ટનરશિપ કરીને ખુશ છીએ, કારણ કે આ ફિલ્મ દ્વારા ‘ફ્રેડી’ને ગ્લોબલ પ્લૅટફૉર્મ મળી રહ્યું છે. દર્શકોને એક રોલરકોસ્ટર રાઇડ જેવો આ ફિલ્મમાં અનુભવ મળશે.’
આ ફિલ્મ વિશે વાત કાર્તિકે કહ્યું કે ‘મારી ‘ફ્રેડી’નું પાત્ર અને સ્ક્રિપ્ટ કૉમ્પ્લેક્સ છે. મારે આ ફિલ્મ માટે ફિઝિકલી અને મેન્ટલી તૈયારી કરવી પડી હતી. આ પાત્ર દ્વારા મને મારા ક્રાફ્ટની એક અલગ સાઇડને એક્સપ્લોર કરવાની તક મળી હતી. પહેલી વાર મને મારી ડાર્ક સાઇડને એક્સપ્લોર કરવાની તક મળી હતી. આ ફિલ્મ લાખો દર્શકો તેમના મરજીના સમયે ડિઝની + હૉટસ્ટાર પર જોઈ શકશે. આ ફિલ્મનો પાર્ટ બનવાની મને ખુશી છે. તેમ જ હું દર્શકો સુધી આ ફિલ્મને પહોંચાડવા માટે આતુર છું.’