22 August, 2024 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇમરજન્સીમાં કંગના રનૌત
બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત અત્યારે ખૂબ જ ચર્ચામાં રહેતું નામ છે. તેણી પાછળનું એક કારણ તો તેની આગામી ફિલ્મ `ઇમરજન્સી` કહી શકાય. આ ફિલ્મ સતત વિવાદોમાં (Film Emergency Controversy) સપડાઈ રહી છે, હવે જ્યારે આ ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં જ છે ત્યારે આ ફિલ્મને લઈને ફરી મોટા આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.
ફિલ્મ ઇમરજન્સી પર રોક લગાવવાની માગ
તમને જણાવી દઈએ કે પંજાબની શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) અને શ્રી અકાલ તખ્ત સાહિબના જતેદાર જ્ઞાની રઘુબીર સિંહે કંગના રનૌતની આગામી ફિલ્મ `ઇમરજન્સી` પર પ્રતિબંધ મુક્તિ અરજી કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઇમરજન્સીમાં કંગના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. આ જ અભિનેત્રી સામે હવે એફઆઈઆરની માંગ કરવામાં આવતા ફિલ્મ વધુ સંકટમાં (Film Emergency Controversy) સપડાઈ છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ હરજિન્દર સિંહ ધામી દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં આ ફિલ્મ બૅન કરી દેવાની માંગ કરવામાં આવી હતી.
હરજિન્દર સિંહે એક્સ પર પોસ્ટ મૂકી હતી તે તરફ નજર કરીએ
તમને જણાવી દઈએ કે હરજિન્દર સિંહે આ મામલે પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેઓએ ભારત સરકારને તરત જ આ ફિલ્મ પર બૅન મૂકવા માટે જણાવ્યું હતું. તેઓનાં મત પ્રમાણે આ ફિલ્મમાં શીખોના પાત્રને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. જૂન 1984ના મહાન શહીદો વિશે શીખ વિરોધી કથા રચીને રાષ્ટ્રનો અનાદર કરવાનું આ ધિક્કારપાત્ર કૃત્ય છે. જૂન 1984ની શીખ વિરોધી નિર્દયતાને રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં અને સંત જરનૈલ સિંહ ખાલસા ભિંડરાવાલેને રાષ્ટ્રીય શહીદ જાહેર કરવામાં આવ્યા છે. એમ કહી શીખ સમુદાયની લાગણી દુભાઈ હોવાની વાત તેઓએ પોતાની પોસ્ટ (Film Emergency Controversy)માં કરી છે.
તે પોસ્ટમાં જણાવાયું છે કે શિરોમણિ સમિતિએ ઘણી આ બાબતે ઠરાવો પસાર કર્યા છે. તેની સામાન્ય સભામાં માગણી કરવામાં આવી હતી કે સેન્ટ્રલ ફિલ્મ સેન્સર બોર્ડમાં શીખોના પ્રતિનિધિનો સમાવેશ થવો જોઈએ, પરંતુ તે અફસોસની વાત છે કે સરકાર તેનો અમલ કરી રહી નથી, કારણ કે આ ફિલ્મની રિલીઝ થવી સ્વાભાવિક છે આ ફિલ્મ શીખ સમુદાયમાં ઘણો ગુસ્સો અને નારાજગી પેદા કરશે.
કંગના રનૌતની આગામી રીલીઝ થવા જઈ રહેલ ફિલ્મ `ઇમરજન્સી` (Film Emergency Controversy)માં અભિનેત્રીએ ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ 1975થી 1977 સુધીના 21 મહિનાના કટોકટીના સમયગાળા પર ધ્યાન કેન્દ્રિત કરીને ગાંધીના શાસનની સ્ટોરી પર કેન્દ્રિત છે.
આ ફિલ્મમાં અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, શ્રેયસ તલપડે અને સ્વર્ગસ્થ સતીશ કૌશિકનાં અભિનયની ઝલક જોવા મળશે. આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે, એ પહેલા આ રીતે હરજિન્દર સિંહે કરેલ પોસ્ટને કારણે તે સંકટમાં મુકાઇ છે.