15 March, 2023 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનું સૂદ
રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકરની ‘ભીડ’માં સોનુ સૂદ જેવા લોકોના માનવતાભર્યા કાર્યને સેલિબ્રેટ કરવામાં આવ્યું છે. કોવિડ-19એ ઘણા લોકોને ઘણી પરિસ્થિતિથી પરિચિત કરાવ્યા છે. કોવિડ-19એ ડાર્ક સાઇડ દેખાડી છે તો સાથે લોકોને માનવતામાં વિશ્વાસ કરતાં પણ શીખવ્યું છે. આ સમયે સોનુ સૂદે ‘ઘર ભેજો’ કૅમ્પેનની શરૂઆત કરી હતી અને તેણે ૭.૫૦ લાખ મજદૂરોને ઘરે મોકલ્યા હતા અને ૬૦ હજાર લોકોને ભોજન પૂરું પાડ્યું હતું. આ ફિલ્મ ૨૪ માર્ચે રિલીઝ થઈ રહી છે. આ વિશે રાજકુમાર રાવે પોસ્ટ કરી હતી કે ‘હ્યુમેનિટીના હીરો સોનુ સૂદનું અમે સન્માન કરી છીએ જેણે આપણને સારું કામ કરવા માટે પ્રેરણા આપી છે. લોકો ભોજન અને ઘર વિનાના થઈ ગયા હતા અને તેમને તેમના ગામ સુરક્ષિત પહોંચાડવા માટે સોનુ સૂદ એક આશાનું કિરણ બન્યો હતો. માનવતા માટે લડનાર વ્યક્તિની બહાદુરીની સ્ટોરી જુઓ. ‘ભીડ’ ૨૪ માર્ચે રિલીઝ થઈ રહી છે.’