31 January, 2021 06:47 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ફાઇલ ફોટો
ફિલ્મ અભિનેત્રી ડેઇઝી શાહે કોરિયોગ્રાફર શબીના ખાન પાસે એક ડાન્સર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું, ત્યાર પછી આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર બની હતી. તાજેતરમાં જ તે પોતાની જર્નીને લઈને ભાવુક થઈ ગઈ છે અને બોલતાં બોલતા રડી પડી.
ડેઇઝી શાહે સલમાન ખાનની ફિલ્મ 'જય હો'માં અભિનેત્રીએ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યો હતો. આ પહેલા તે ડાન્સર તરીકે જોવા મળી હતી. તે શબીના ખાન પાસે ડાન્સ શીખી અને કેટલાક વર્ષ સુધી અસિસ્ટન્ટ પણ રહી છે. તાજેતરમાં જ એક કાર્યક્રમમાં તે પહોંચી હતી. જ્યાં તેણે પોતાની જર્ની વિશે વાત કરી છે. આ વિશે જણાવતાં ડેઇઝી શાહે કહ્યું કે, "ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ડેઇઝી શાહ શબીના ખાન પાસેથી ડાન્સ શીખતી હતી અને શબીનાએ ડેઇઝીની પ્રતિભાને ઓળખી અને તેને પ્રોત્સાહિત કરી. આ ત્યાર પછી ડેઇઝી સબીના ખાનની આસિસ્ટન્ટ બની. આવા અવસરે, જ્યારે શબીના ખાન પાસેથી વઢ પણ મળતી હતી અને આ કારણે તે આજે આ મુકામ પર છે."
ફિલ્મ અભિનેત્રી ડેઇઝી શાહે એ પણ કહ્યું કે તે સબીના ખાનની ખૂબ જ નજીક છે. આ અવસરે ડેઇઝીએ સબીના સાથે મિત્રતા વિશે પણ જણાવ્યું હતું કહ્યું, "મારી મિત્રતા ઘણી લાંબી છે. આજે હું જે પણ ડાન્સ વિશે જાણું છું તે બધું શબીનાને કારણે છે. કેટલાક લોકો પ્રયત્ન કરે છે પણ તમને ખૂબ જ સખત મહેનત કરવી પડે છે. મારી અને શબીનાની સ્ટોરી સમાન છે. તે પોતાના પરિવારની પિલર છે. ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ટેલેન્ટ છે પણ ઘણીવાર તમને મદદની પણ આવશ્યકતા હોય છે. સબીનાએ મારી મદદ કરી છે."
ડેઇઝી શાહ ફિલ્મ અભિનેત્રી છે. તે કેટલી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે કેટલાય શૉમાં પણ દેખાઇ ચૂકી છે. ડેઇઝી શાહની ફિલ્મો ખૂબ જ પસંદ કરવામાં આવે છે.