20 January, 2023 04:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીએ તેની આગામી ફિલ્મ ‘ફાધર’નું શૂટિંગ પૂરું કર્યા બાદ જણાવ્યું કે એની સ્ટોરી પિતા અને તેની દીકરીના સંબંધોને દેખાડતી સુંદર સ્ટોરી છે. આ ફિલ્મમાં તેની દીકરીના રોલમાં સંજના સંઘી જોવા મળશે. ફિલ્મને અનિરુદ્ધ રૉય ચૌધરીએ ડિરેક્ટ કરી છે. આ ઇન્વેસ્ટિગેટિવ ડ્રામાનું શૂટિંગ કલકત્તામાં કરવામાં આવ્યું છે. ફિલ્મને લઈને પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘આ ફિલ્મનું શૂટિંગ કરવાની ખૂબ મજા પડી હતી. પિતા અને પુત્રીના સંબંધોને દેખાડતી આ સુંદર સ્ટોરી છે. તેમની વચ્ચેનું બૉન્ડિંગ અને એકબીજાને કેવી રીતે સથવારો આપે છે એ દેખાડવામાં આવશે. આ રિલેશનશિપ ડ્રામાની સાથે જ થ્રિલર પણ છે. ફિલ્મમાં અતિશય ટૅલન્ટેડ ઍક્ટર્સ છે અને ડિરેક્ટરનું પણ વિઝન સ્પષ્ટ છે. ફિલ્મનું શૂટિંગ કલકત્તામાં કરવામાં આવ્યું છે અને એ શહેરની સંસ્કૃતિ પણ જાજરમાન છે. મારા માટે આ અદ્ભુત અનુભવ રહ્યો છે.’