બાવીસ વર્ષમાં કોઈના પૈસા બાકી નથી રાખ્યા

23 August, 2022 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોજિંદું કામ કરતા આ કર્મચારીઓને મે મહિનાથી પગાર ન આપવામાં આવતો હોવાની વાત બહાર આવી છે

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કર્મચારીઓને પૈસા ન ચૂકવવામાં આવ્યા હોવાની વાતને ફગાવી દેવામાં આવી છે. હાલમાં એવી ચર્ચા ચાલી હતી કે એક્સેલ એન્ટરટે​ઇનમેન્ટ દ્વારા ​ફિલ્મ સ્ટુડિયોઝ સેટિંગ ઍન્ડ અલાઇડ મઝદૂર યુનિયનના ૩૦૦-૪૦૦ કર્મચારીઓને છેલ્લા ત્રણ-ચાર મહિનાથી પગાર આપવામાં નથી આવ્યો. રોજિંદું કામ કરતા આ કર્મચારીઓને મે મહિનાથી પગાર ન આપવામાં આવતો હોવાની વાત બહાર આવી છે. જોકે એક્સેલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા આ વાતને ફગાવી દેવામાં આવી છે. આ વિશે તેમણે ઑફિશ્યલ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘ફિલ્મ સ્ટુડિયોઝ સેટિંગ ઍન્ડ અલાઇડ મઝદૂર યુનિયને જે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે એની જાણ અમને મીડિયા રિપોર્ટ્સ દ્વારા થઈ છે. અમે એ વાત સાફ કરવા માગીએ છીએ કે આ રિપોર્ટ દ્વારા અમને પહેલી વાર યુનિયનના પ્રૉબ્લેમને લઈને તેણે કરેલી ફરિયાદ વિશે જાણ થઈ છે. આ સાથે જ એ પણ સાફ કરવા માગીએ છીએ કે પ્રેસમાં જતાં પહેલાં આ યુનિયન દ્વારા એક્સેલ એન્ટરરટેઇનમેન્ટનો પત્ર, ઈ-મેઇલ અથવા તો ફોન કૉલ્સ દ્વારા કોઈ પણ રીતે સંપર્ક કરવામાં નથી આવ્યો. મીડિયા રિપોર્ટ્સ દ્વારા આ પ્રકારની ફરિયાદ જાણીને અમે પણ ચોંકી ગયા છીએ. એક્સેલના હાલમાં ૭-૮ પ્રોજેક્ટ્સ અન્ડર પ્રોડક્શન છે અને એમાંથી એક પણ પ્રોજેક્ટના પૈસા બાકી હોય એવું નથી. એક્સેલ છેલ્લાં ૨૨ વર્ષથી ફિલ્મ-કન્ટેન્ટ પ્રોડક્શન , બિઝનેસમાં છે. અમારા પર આજ સુધી કોઈએ નૉન-પેમેન્ટનો આરોપ નથી મૂક્યો. એક્સેલની એકદમ સ્ટ્રિક્ટ પૉલિસી છે, જેના હેઠળ અમે ડાયરેક્ટ રોજિંદું કામ કરનારા કર્મચારીને જ પૈસા આપીએ છીએ. અમે કોઈ યુનિયનને પૈસા નથી ચૂકવતા. અમે આ મૅટરની તપાસ અમારા તરફથી કરીશું. વધુમાં અમે એ પણ જણાવવા માગીએ છીએ કે એક્સેલ એન્ટરટેઇનમેન્ટ તેના ઍક્ટર્સ, ટેક્નિશ્યન અથવા તો રોજિંદું કામ કરનાર કર્મચારીને એકસરખો રિસ્પેક્ટ આપે છે.’

excel entertainment entertainment news bollywood news bollywood farhan akhtar ritesh sidhwani