કેટલાંક સ્થળ જાદુઈ હોય છે : ફરહાન અખ્તર

10 December, 2023 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરહાન અખ્તર ગોવાના એ સ્થળે ગયો હતો જ્યાં ૨૩ વર્ષ પહેલાં ‘દિલ ચાહતા હૈ’નું શૂટિંગ થયું હતું. એ સમયને યાદ કરીને ફરહાન ઇમોશનલ થયો હતો

ફરહાન અખ્તર

ફરહાન અખ્તર ગોવાના એ સ્થળે ગયો હતો જ્યાં ૨૩ વર્ષ પહેલાં ‘દિલ ચાહતા હૈ’નું શૂટિંગ થયું હતું. એ સમયને યાદ કરીને ફરહાન ઇમોશનલ થયો હતો. ફરહાને એ ફિલ્મને ડિરેક્ટ કરી હતી. એ ફિલ્મમાં સૈફ અલી ખાન, આમિર ખાન અને અક્ષય ખન્ના જોવા મળ્યા હતા. ફિલ્મની સ્ટોરી પ્રેમ, ફ્રેન્ડશિપ અને રિલેશનશિપ પર આધારિત હતી. ફરહાને એ  ચપોરા ફોર્ટની મુલાકાત લીધી હતી, જ્યાં આ ત્રણેય બેઠા હતા. ત્યાં બેસીને ફરહાન પણ જૂની યાદોમાં સરી પડ્યો હતો. એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફરહાન અખ્તરે કૅપ્શન આપી હતી, ‘મારી ફિલ્મના આકાશ, સિડ અને સમીરે અહીં બેસીને લાઇફ વિશે ચર્ચા કરી હતી, એ ચપોરા ફોર્ટ પર શૂટિંગ કર્યા બાદ પહેલી વખત આવ્યો છું. આ વાત ૨૩ વર્ષ પહેલાંની છે. ઘણુંબધું બદલાઈ ગયું છે, પરંતુ એ ઉમળકો ગોવાની હવામાં ભળી ગયો છે. કેટલાંક સ્થળ જાદુઈ હોય છે.’

farhan akhtar goa bollywood news bollywood gossips bollywood entertainment news