ફ્લાઇટમાં શિલ્પા શેટ્ટીની બાજુમાં કેમ ક્યારેય નહીં બેસે ફારાહ ખાન?

24 August, 2024 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લાઇટમાં કદી પણ શિલ્પાની બાજુમાં નહીં બેસવાનું. તમને જમવા માટે કાંઈ નહીં મળે અને આમ છતાં તમે તેના જેવા તો દેખાશો નહીં

ફરાહ ખાન અને શિલ્પા શેટ્ટી

ફારાહ ખાન કુંદરે નક્કી કર્યું છે કે તે ભવિષ્યમાં કદી પણ શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે ફ્લાઇટમાં બાજુમાં નહીં બેસે. એનું કારણ એ છે કે જો શિલ્પાની બાજુમાં બેસો તો તમને જમવાનો કોઈ ઑપ્શન નથી મળતો. એની એક મજેદાર રીલ ફારાહે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એ વિડિયોમાં દેખાય છે કે તે બન્ને ફ્લાઇટમાં બાજુ-બાજુમાં બેઠાં છે. એ દરમ્યાન ફારાહને ડ્રિન્ક ઑફર કરવામાં આવે છે તો શિલ્પા તેને એ ડ્રિન્ક ન લેવાનો ઇશારો કરે છે. બાદમાં ફારાહ ફૂડ ઑર્ડર કરવા મેનુમાંથી વિવિધ પકવાનનાં નામ લે છે તો એ સાંભળીને શિલ્પા ચોંકી જાય છે. એથી કંટાળીને ફારાહ ત્યાંથી ઊભી થઈ જાય છે અને ક્રૂ-મેમ્બરને કહે છે કે તેને પોતાની સીટ બદલવી છે. આ વિડિયો-ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફારાહે કૅપ્શન આપી, ‘ફ્લાઇટમાં કદી પણ શિલ્પાની બાજુમાં નહીં બેસવાનું. તમને જમવા માટે કાંઈ નહીં મળે અને આમ છતાં તમે તેના જેવા તો દેખાશો નહીં.’

farah khan shilpa shetty bollywood news bollywood gossips bollywood entertainment news