29 November, 2019 10:32 AM IST | Mumbai
ફારાહ ખાન
ફારાહ ખાનની ઇચ્છા છે કે તે ટૉમ ક્રુઝને નચાવે. ગોવામાં આયોજિત ૫૦માં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં આ વિશે ફારાહે કહ્યું હતું કે ‘હું ચોક્કસ ટૉમ ક્રુઝને નચાવવા માગું છું. એ મારુ સપનું છે.’
એક કૉરિયોગ્રાફર અને ડિરેક્ટર તરીકેની પોતાની જર્ની વિશે ફારાહે ઘણી વાતો કરી હતી. સાથે જ ‘ઓમ શાંતિ ઓમ’નાં ‘દિવાનગી દિવાનગી’ ગીતમાં તેણે ઘણાં બધા કલાકારોને આવરી લીધા હતાં. જોકે તેને દિલીપ કુમારને પણ આ ગીતમાં લેવાની ઇચ્છા હતી. શાહરુખ ખાને એનાં માટે ખાસ્સી મદદ પણ કરવાનો હતો. જોકે એ શક્ય નહોતું બન્યું. એ ગીતમાં આમિરને લેવાની વાત કરતાં ફારાહે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા આમિર ખાનને પણ લેવાની હતી. મારી ઇચ્છા હતી કે એક જ શોટમાં હું ત્રણેય ખાનને દેખાડું. આમિરે તો મને દસ દિવસ સુધી પાગલ કરી નાખી હતી. તે આ ગીતમાં પર્ફોર્મ કરી શક્યો નહીં, કારણ કે તે ‘તારે ઝમીં પર’ની એડિટિંગમાં બિઝી હતો.’