20 November, 2023 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફારાહ ખાન કુંદર
ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફારાહ ખાન કુંદરે જણાવ્યું છે કે મનીષ મલ્હોત્રાએ તેના ઘરે રાખેલી દિવાળી પાર્ટીમાં સૌને આઉટફિટ મોકલ્યા હતા અને બીજા દિવસે તેને રિટર્ન પણ કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં ફારાહે કરણ જોહરને જણાવ્યું હતું કે તેની પાસે દિવાળીમાં પહેરવા માટે કપડાં નથી. તો એક બેસ્ટ ફ્રેન્ડ તરીકેની પોતાની ફરજ બજાવતાં તેણે આખો વોર્ડરોબ ફારાહ માટે મોકલી આપ્યો હતો. હવે મનીષ મલ્હોત્રાએ રાખેલી દિવાળી પાર્ટી વિશે ફારાહે કહ્યું કે ‘મનીષની પાર્ટીમાં તેણે બધાને આઉટફિટ આપ્યા હતા. પરંતુ બીજા દિવસે અમે બધાએ તેને રિટર્ન કરી દીધા હતા. દરેક તેને કહે છે કે તેઓ પાર્ટીમાં આવે છે તો તેના માટે આઉટફિટ તૈયાર કરી આપે. જોકે એક પ્રકારે આ સારી બાબત છે, કારણ કે સૌને તેની ડિઝાઇન કરેલા આઉટફિટ જોવા મળે. આ એક રીતે ફૅશન શો છે કે જેમાં એ-લિસ્ટર્સ તેની ડિઝાઇન કરેલાં કપડાં પહેરે છે અને આવે છે.’