20 May, 2023 05:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મલયાલમ સ્ટાર ફહાદ ફાસિલે ‘પુષ્પા : ધ રૂલ’નું પોતાનું અગત્યનું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ની સીક્વલ છે. ‘પુષ્પા : ધ રૂલ’માં ફહાદ એસપી ભંવરસિંહ શેખાવતના રોલમાં દેખાશે. થોડા સમય પહેલાં અલ્લુ અર્જુને એનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના, જગદીશ પ્રતાપ ભંડારી અને અનસૂયા ભારદ્વાજ પણ જોવા મળશે. આ વર્ષના અંતમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મના સેટ પરનો પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ફહાદ ફાસિલે કૅપ્શન આપી હતી, ‘‘પુષ્પા : ધ રૂલ’નું અગત્યનું શેડ્યુલ પૂરું કરવામાં આવ્યું છે. આ વખતે ભંવરસિંહ શેખાવત ધમાકેદાર એન્ટ્રી કરશે.’