સિદ્ધાર્થને જૅકલિનથી દૂર રહેવાની આલિયાએ આપી વૉર્નિંગ?

22 May, 2017 07:22 AM IST  | 

સિદ્ધાર્થને જૅકલિનથી દૂર રહેવાની આલિયાએ આપી વૉર્નિંગ?

જૅકલિન અને સિદ્ધાર્થે ‘રીલોડ’માં કામ કર્યું છે અને આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેમની નજદીકી વધી હોવાની ચર્ચા ચાલી હતી. ત્યાર બાદ જૅકલિન અને સિદ્ધાર્થ જાહેરમાં પણ ઘણી જગ્યાએ જોવા મળ્યાં હતાં. જોકે હવે સિદ્ધાર્થ જૅકલિન સાથે નથી દેખાતો અને એ પાછળનું કારણ છે આલિયા. આલિયાએ સિદ્ધાર્થને જૅકલિનથી દૂર રહેવા માટે વૉર્નિંગ આપી છે. તેમ જ તેની સાથે કામ કરવાનું હોય તો ફક્ત પ્રોફેશનલ રિલેશનશિપ રાખવા માટે કહ્યું હોવાની ચર્ચા છે.