08 January, 2019 07:16 PM IST | | Falguni Lakhani
ઈમરાન હાશ્મીએ પોતાની આગામી ફિલ્મ વિશે મિડ-ડે ગુજરાતી સાથે કરી EXCLUSIVE વાતચીત
ફિલ્મમાં તો તમે વિદ્યાર્થીઓને ચીટિંગ કરતા શીખવો છો, પણ શું તમે ક્યારે ચીટિંગ કરી છે, નકલમંદ બન્યા છો?
હા, ઈકોનોમિક્સના પેપરમાં કરી હતી. જો કે મને એ વાતનું બહુ ગૌરવ નથી પણ અર્થશાસ્ત્રના પેપરમાં મોકો મળ્યો હતો. એ વખતે મે બહુ તૈયારી નહોતી કરી અને અમારા સુપરવાઈઝરે અમને છૂટ આપી કે તમારા પાસે 40 મિનિટ છે તમે બુકમાંથી જોઈને લખી શકો છો. અને એ પેપરમાં મને 65% મળ્યા હતા. હું 12માં ધોરણમાં હતો ત્યારે પણ પેપર લીક થયું હતું. અને મારા મિત્રોએ ખરીદ્યું હતું. મે મારા પિતાના ડરથી નહોતું ખરીદ્યું. પરંતુ એ પેપર નકલી નિકળ્યું. એટલે એ પેપર ખરીદનાર બધા ફેઈલ થયા અને હું પાસ
તમારી ફિલ્મનું ટાઈટલ છે 'ચીટ ઈન્ડિયા', તો તમારી નજરમાં ચીટર કોણ છે?
જે ચીટિંગ કરે છે તે, તો ચીટર છે જ,પરંતુ જે ચીટિંગને સપોર્ટ કરે તે પણ મારી દ્રષ્ટિએ ચીટર છે. પરંતુ અહીં સવાલ સમાજને કરવાની જરૂર છે કે બાળક ચીટિંગ કેમ કરે છે? એનું કારણ એ છે કે આખી સિસ્ટમ જ ખરાબ છે. બસ ગોખી નાખો અને પરીક્ષા આપો. અને 70 ટકાથી ઓછા માર્ક્સ આવ્યા તો તમને ક્યાંય પ્રવેશ ન મળે. એટલે સ્વાભાવિક છે કે તે ચીટિંગ કરવા પ્રેરાય. આ જ વિદ્યાર્થી જ્યારે આગળ જઈને ડૉક્ટર, એન્જિનીયર કે નેતા બને ત્યારે તેને થાય કે મેં શાળામાં જ્યારે ચીટિંગ કરી હતી ત્યારે સારું પરિણામ આવ્યું હતું. તો હવે હું મારી નોકરી કે કામમાં ચીટિંગ કરીશ તો પણ મને કદાચ સારા પરિણામો મળી શકશે. હવે તો પાયો એટલે કે શિક્ષણમાં જ ભ્રષ્ટાચાર છે તો આવા નાગરિકો આગળ જઈને ભ્રષ્ટાચાર કરવાના જ છે. બ્રિટિશ રાજની આ સિસ્ટમમાં બદલાવ જરૂરી છે.
ભારતના યુવાનોમાં બહાર જઈને ભણવા જવાનો ક્રેઝ વધ્યો છે, તેના માટે શું તમે એજ્યુકેશન સિસ્ટમને જવાબદાર માનો છો?
હા, પુરેપુરી રીતે. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં જ ખામી છે. વિદ્યાર્થીના સર્વાંગિક વિકાસના બદલે ગુણને જ મહત્વ આપવામાં આવે છે. સર્ટિફિકેટ અને ડિગ્રી મળી જાય છે પણ તેની કાઈ વેલ્યૂ નથી. બસ વર્ષો જૂની એ છે ઘસાયેલી સિસ્ટમ છે. અને એટલે જ જેમની પાસે પૈસા છે તેઓ વિદેશ જવાનું પસંદ કરે છે.
ફિલ્મ બનાવવાનો વિચાર કેમ આવ્યો?
આપણી એજ્યુકેશન સિસ્ટમની નબળાઈનો શિકાર હું પણ બન્યો છું. સ્કૂલ અને કૉલેજમાંથી પાસ થઈને હું નીકળ્યો ત્યારે મને થયું કે, મે જે ભણ્યું છે તે તો કાંઈ કામ આવતું જ નથી. તમે નોકરી કરો ત્યારે તમને લાગે કે કાંઈક વધુ શીખવાની જરૂર હતી. આગળ જઈને માણસ ભૂલો કરીને શીખે છે તે કામ આવે છે. અને મને ખાસ કરીને આવા ચીટિંગ માફિયા વિશે ખબર નહોતી. જેઓ ફેક સર્ટિફિકેટ બનાવે છે, ડીગ્રી બનાવે છે. તો તેમના પર અમે આ ફિલ્મ દ્વારા ખુલાસો કરી રહ્યા છે.
આ ફિલ્મ તમે પ્રોડ્યૂસ પણ કરી રહ્યા છો, તો એઝ અ પ્રોડ્યુસર કેવું લાગે છે?
અનુભવ ઘણો સારો રહ્યો. તમે અભિનેતા હોવ તો તમારે માત્ર અભિનય પર ધ્યાન આપવાનું હોય છે પરંતુ પ્રોડ્યૂસર તરીકે તમારે પટકથાથી લઈને શૂટિંગ, એડિટિંગ, માર્કેટિંગ સહિતની તમામ જવાબદારીઓ સંભાળવાની હોય છે. તો આ મારા માટે થોડો અલગ અનુભવ રહ્યો.
પહેલા રોમેન્ટિક હીરો, પછી ગેંગસ્ટર અને હવે સ્કેમસ્ટર(કૌભાંડી), તો હવે ફરી રોમેન્ટિક હીરો તરીકે જોવા મળશો?
હા. હું હટકે અને મસાલા બંને પ્રકારની ફિલ્મો કરવા માંગું છું.
સ્ક્રિપ્ટમાં સૌથી પહેલા શું જુઓ છો?
મને સ્ટોરી સારી લાગવી જોઈએ. હું પહેલા કરી ચૂક્યો હોય તેવી ભૂમિકા નથી કરવા માંગતો. બને તો હું કાંઈક અલગ પ્રકારની ફિલ્મો કરવા માંગું છું.
ફિલ્મની રિલીઝની તારીખ કેમ બદલવામાં આવી?
કારણ કે 25 તારીખે કુલ ત્રણ ફિલ્મો રિલીઝ થવાની હતી. તો અને લાગ્યું કે એક અઠવાડિયું ફિલ્મ વહેલી રિલીઝ કરીએ તો ફાયદો થશે.
હવે, 2019માં આગળ શું?
આ વર્ષે મારી બે ફિલ્મો આવી રહી છે. ચીટ ઈન્ડિયા અને બોડી. સાથે જ નેટફ્લિકસ સાથે હું વેબ સીરિઝ પણ કરી રહ્યો છું. તો બે ફિલ્મો પ્રોડ્યૂસ પણ કરી રહ્યો છું. તો આશા છે કે આ વર્ષ મારા માટે સારું રહેશે.