08 August, 2024 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુમાર સાનુ
સિંગર કુમાર સાનુએ ૯૦ના દાયકામાં એક-એકથી ચડિયાતાં ગીતો ગાઈને ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ રેલાવ્યો હતો. જોકે વર્ષો પસાર થતાં ગયાં અને નવા સિંગર્સની એન્ટ્રી થતાં ગીતોમાં તેમનો અવાજ ઓછો સંભળાવા લાગ્યો હતો. હવે એ બાબતને લઈને તેમનું દર્દ છલકાયું છે. એ વિશે કુમાર સાનુ કહે છે, ‘મેરા જર્ની અભી તક બહુત અચ્છા રહા હૈ. ઇન્ડસ્ટ્રીમાં બધા મને સન્માન આપે છે, પર સબસે બડા બાત હૈ કિ લોગ રિસ્પેક્ટ તો દેતે હૈં, પ્યાર દેતે હૈં, હંમેશાં ગાના ભી સુનતે હૈં, પરંતુ કોણ જાણે કેમ હિન્દી ફિલ્મોમાં મારો અવાજ કેમ નથી ઉપયોગમાં લેવાતો? અગર હમ ગા સકતે હૈં, તો હમસે ક્યૂં નહીં ગવાતે? મેકર્સ કે મન મેં ક્યૂં નહીં આતા? હું શોઝ કરું છું. મારા ફૅન્સ પણ વિશાળ સંખ્યામાં છે. હું જ્યાં પણ જાઉં છું મારા શો સોલ્ડ-આઉટ થાય છે. પબ્લિકની ડિમાન્ડ છે.’