16 January, 2023 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈશા દેઓલ
ઈશા દેઓલ તખ્તાની ‘મૈં’માં અમિત સાધ સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. ઈશાએ વેબ-સિરીઝ ‘રુદ્ર : ધ એજ ઑફ ડાર્કનેસ’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી હતી. હવે તે ‘મૈં’ દ્વારા ફરીથી મોટી સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મને સચિન સરાફ ડિરેક્ટ કરી રહ્યો છે. પોતાના રોલ વિશે ઈશાએ કહ્યું કે ‘મહિલા લાઇફમાં જે પ્રકારે વિકાસ કરે છે એ રોલને હું આ ફિલ્મમાં ભજવી રહી છું. એ એક સ્ટ્રૉન્ગ પરંતુ એક સરળ મેસેજ આપશે કે મહિલા અકલ્પનીય વિકાસ કરી શકે છે. મહિલા પોતાની જાતને કેવી રીતે ડિસ્કવર કરે છે અને કેવી રીતે પ્રગતિ કરે છે એ વસ્તુને મારું કૅરૅક્ટર દેખાડશે.’
ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઈશાએ કૅપ્શન આપી હતી, ‘મૈં’ આ રહી હૂં ફિર એક બાર. નયા કિરદાર, નયી ફિલ્મ, નયા એહસાસ. મારા પર અને મારી આ નવી ફિલ્મને તમારા આશીર્વાદની જરૂર છે.’