ખૂબસૂરત અદાકારાની સાથે શેફ પણ છે એરિકા

29 June, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક લોકો ઘરનું ભોજન ખૂબ મિસ કરે છે. એથી હું શૂટિંગની વચ્ચે તેમના માટે ખાસ જમવાનું બનાવતી હતી. એમાં મને ખૂબ આનંદ આવતો હતો. મને કુકિંગનો અને લોકોને જમાડવાનો શોખ છે એથી મને એમાં કોઈ વાંધો નહોતો.

ખૂબસૂરત અદાકારાની સાથે શેફ પણ છે એરિકા

એરિકા ફર્નાન્ડિસ ઍક્ટિંગમાં તો ટૅલન્ટેડ છે જ, પરંતુ સાથે જ લોકોને જમાડવામાં પણ તે પાછળ પડે એમ નથી. ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી : નઈ કહાની’માં તે સોનાક્ષીનું પાત્ર ભજવી રહી છે. સોની ચૅનલ પર આવનાર આ સિરિયલનું શૂટિંગ મુંબઈની બહાર થતું હોવાથી સેટ પર તમામ લોકો ઘરનું ભોજન ખૂબ મિસ કરી રહ્યા છે. આ જ કારણ છે કે તેણે સેટ પરના કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ માટે મટન બિરયાની, ચિકન ગ્રેવી અને ગરમાગરમ ભજિયાં બનાવ્યાં હતાં. તેને લોકોને જમાડવા ખૂબ ગમે છે. એટલે એમ કહી શકાય કે તે સેટ પરના લોકો માટે એક પ્રકારે શેફ બની ગઈ છે. એ વિશે એરિકાએ કહ્યું હતું કે ‘હું હાલમાં જ શાકાહારી બની ગઈ છું. આમ છતાં હું અન્ય લોકો માટે નૉન-વેજ બનાવવામાં નથી અચકાતી. આ જ કારણ છે કે હું આ શોના કાસ્ટ અને ક્રૂ માટે મટન, ચિકન, બટાટાવડાં, ચાટ્સ અને ઘણુંબધું બનાવું છું. દરેક લોકો ઘરનું ભોજન ખૂબ મિસ કરે છે. એથી હું શૂટિંગની વચ્ચે તેમના માટે ખાસ જમવાનું બનાવતી હતી. એમાં મને ખૂબ આનંદ આવતો હતો. મને કુકિંગનો અને લોકોને જમાડવાનો શોખ છે એથી મને એમાં કોઈ વાંધો નહોતો. હું જ્યારે તેમના ચહેરા પર આનંદ જોતી તો એનાથી મને ખુશી મળતી હતી.’

entertainment news television news indian television bollywood news bollywood bollywood gossips