25 March, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇમરાન હાશ્મી (ફાઇલ તસવીર)
એક્સેલ એન્ટરટેઇનમેન્ટની ફિલ્મ `ગ્રાઉન્ડ ઝીરો` 25 એપ્રિલ 2025ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. આ માત્ર એક ફિલ્મ નહીં, પણ દેશભક્તિ અને જુસ્સાથી ભરપૂર એક ખાસ અનુભવ સાબિત થશે. આ અઠવાડિયે ફિલ્મનું ટીઝર રિલીઝ થવાનું છે, જેની ખૂબ જ આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની વાર્તા એટલી અસરકારક છે કે પહેલીવાર સ્ક્રિપ્ટ વાંચીને ઇમરાન હાશ્મી પણ સ્તબ્ધ થઈ ગયા હતા!
ઇમરાન હાશ્મીની પ્રતિક્રિયા
ફિલ્મ `ગ્રાઉન્ડ ઝીરો`માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા ઇમરાન હાશ્મીએ પોતાનો અનૂભવ શૅર કરતા કહ્યું કે, "જ્યારે મેં પહેલીવાર આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી હતી, ત્યારે હું ચોંકી ગયો હતો! આ વાર્તા આપણા રાષ્ટ્રસુરક્ષાના ઇતિહાસમાં એક એવું પ્રકરણ છે, જે ખરેખર `સત્ય ક્યારેક કલ્પનાથી પણ વધુ અદ્ભુત અને ચોંકાવનારું હોય છે` તે વાતને સાચી સાબિત કરે છે." ઇમરાન હાશ્મીએ વધુમાં કહ્યું કે, "મારી સૌથી પેહલી પ્રતિક્રિયા એ હતી કે `શું ખરેખર આવું થયું હતું? અને જો હાં, તો આ વિશે વધુ લોકો કેમ જાણતા નથી?` "
50 વર્ષની શ્રેષ્ઠ BSF ઑપરેશનમાંનો એક કિસ્સો
`ગ્રાઉન્ડ ઝીરો`એ એક એવા ઐતિહાસિક યુદ્ધને કેપ્ચર કરે છે, જેની આજ સુધી સામાન્ય જનતાને ક્યારેય ખબર પડી જ નહીં. આ ભારતીય બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના છેલ્લા 50 વર્ષના શ્રેષ્ઠ ઑપરેશનોમાંનો એક કિસ્સો છે. 2015માં આ ઑપરેશનને સત્તાવાર રીતે સન્માનિત કરવામાં આવ્યું હતું, અને હવે આ સ્ટોરી સંપૂર્ણ સત્યતા સાથે મોટા પડદા પર રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મ માત્ર એક એક્શન-થ્રિલર નહીં, પણ એક એવો અનુભવ છે જે દેશભક્તિ, બલિદાન અને બહાદુરીનું ઉદાહરણરૂપ છે.
‘લક્ષ્ય’ પછી ફરી એક વાર દેશભક્તિથી ભરપૂર ફિલ્મ
`ગ્રાઉન્ડ ઝીરો` એક્સેલ એન્ટરટેઇનમેન્ટની વધુ એક દેશભક્તિથી ભરપૂર ફિલ્મ છે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટ પહેલા પણ લક્ષ્ય જેવી દેશભક્તિ ફિલ્મ આપી ચૂક્યું છે. ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અને આ ફિલ્મ દેશપ્રેમ અને ભારતીય જવાનોની અજાણી વાર્તા અને બહાદુરીની કથાને સ્ક્રીન પર લાવશે. 25 એપ્રિલ 2025ના રોજ થિયેટર્સમાં ગ્રાઉન્ડ ઝીરો દેશભક્તિના એક ભવ્ય અનુભવ સાથે રજૂ થશે!
અપકમિંગ ફિલ્મ્સ
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’ ૩૦ માર્ચના રવિવારે રિલીઝ થશે. આમિર ખાનની ફિલ્મ ‘ગજિની’વાળા એ. આર. મુરુગાદોસે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં સલમાનની હિરોઇન રશ્મિકા મંદાના છે. ૩૦ માર્ચે ગુઢીપાડવા છે અને રમઝાન ઈદ ૩૧ માર્ચે અથવા ૧ એપ્રિલે હશે. જેનું મોસ્ટ અવેઇટેડ ટ્રેલર 23 માર્ચના લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર લૉન્ચને કારણે ફિલ્મ માટે ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે. ટ્રેલર રિલીઝ પહેલા, પ્રખ્યાત નિર્માતા સાજિદ નડિયાદવાલાએ એક ખાસ કાસ્ટ પોસ્ટર રિલીઝ કર્યું હતું જેણે ચાહકોને ઉત્સાહિત કરી દીધા હતા. પોસ્ટરમાં સલમાન ખાન, રશ્મિકા મંદાના, શરમન જોશી, સત્યરાજ, કાજલ અગ્રવાલ, અંજિની ધવન અને પ્રતીક બબ્બરની સ્ટાર કાસ્ટ બતાવવામાં આવી છે, જેઓ મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.