એકતા કપૂરની `ધ બકિંઘમ મર્ડર્સ` દ્વારા જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત

28 October, 2023 06:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કરીના કપૂર ખાનની `ધ બકિંઘમ મર્ડર્સ` દ્વારા જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત

એકતા કપૂરની `ધ બકિંઘમ મર્ડર્સ` દ્વારા જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત

કરીના કપૂર ખાનની `ધ બકિંઘમ મર્ડર્સ` દ્વારા જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત

કરીના કપૂર ખાન પોતાની ગ્લેમ ડૉલ ઇમેજમાંથી બહાર નીકળીને એક પછી એક ઈન્ટેન્સ રોલવાળી ભૂમિકાઓ ભજવવામાં લાગી છે અને હંસલ મેહતાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ `ધ બકિંઘમ મર્ડર્સ`માં પણ તેનું પાત્ર કંઈક એવું જ છે. આ એક જબરજસ્ત ઈન્ટેન્સ થ્રિલર હોવાનો વાયદો કરે છે, જેની એક ઝલક તાજેતરમાં જ રિલીઝ થયેલા ફિલ્મના પહેલા પોસ્ટરમાંથી મળી ચૂકી છે. આથી માત્ર ચાહકો જ નહીં પણ ઑડિયન્સ પણ સરપ્રાઈઝ્ડ છે. આમ તો આ પહેલા પણ આ ફિલ્મ બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટિલ 2023માં પોતાના સ્ક્રીનિંગની સાથે રિલીઝ થતાં પહેલા જ ગ્લોબલ લેવલ પર ધૂમ મચાવવાની સાથે એક શાનદાર શરૂઆત કરી ચૂકી છે. હવે આ ફિલ્મને વધુ એક મોટું સન્માન મળ્યું છે. આ પહેલી ફિલ્મ છે જેના દ્વારા જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ 2023ની શરૂઆત કરવામાં આવી. આ દરમિયાન રેડ કાર્પેટ પર  લીડ એક્ટ્રેસ કરીનાને લઈને ફિલ્મની આખી ટીમનું ફેશન ગમે ઑન ટૉપ રહ્યું અને આ આણે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત પણ કર્યું.

`ધ બકિંઘમ મર્ડર્સ`ને જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ઓપનિંગ ફિલ્મ તરીકે સ્ક્રીનિંગ કરવામાં આવી, જે 27 ઑક્ટોબર, 2023થી રવિવાર, 5 નવેમ્બર 2023 સુધી આયોજિત થવા જઈ રહ્યું છે. એ કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મ ખરેખર એક ખૂબ જ ખાસ અને સારી છે કારણકે સ્ક્રીનિંગને મોટા પાયે લોકો દ્વારા પસંદ અને વખાણવામાં આવી. દર્શકો પાસેથી અપેક્ષા કરતા વધારે સારી પ્રતિક્રિયાઓ મળી રહી છે. એવામાં જાણીતા ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર હંસલ મેહતા, એશટંડન, કરીના કપૂર ખાન, એકતા આર કપૂર, રણવીર બરાડ અને પ્રભલીન સંધૂની હાજરી નોંધવામાં આવી.

આ સિવાય, ફિલ્મમાં કરીના કપૂર ખાનને સહ-નિર્માતા તરીકે પણ રજૂ કરાવામાં આવી છે. ફિલ્મને આટલી સારી પ્રતિક્રિયા મળ્યા બાદ, આને સ્ક્રીન પર જોવા માટે દર્શકો વચ્ચે પણ ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે.

આ શાનદાર ફિલ્મમાં કરીના કપૂર ખાન, એશ ટંડન, રણવીર બરાર અને કીથ એલન જેવા જબરજસ્ત કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા છે. હંસલ મેહતા દ્વારા નિર્દેશિત, અસીમ અરોડા, કશ્યપ કપૂર અને રાઘવ રાજ કક્કડ દ્વારા લખવામાં આવી છે. સાથે જ શોભા કપૂર, એકતા આર કપૂર અને કરીના કપૂર ખાન સાથે બાલાજી ટેલીફિલ્મ્સ અને ટીબીએમ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

kareena kapoor ekta kapoor hansal mehta ranveer brar bollywood news bollywood gossips bollywood entertainment news