19 January, 2023 05:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકતા કપૂર
એકતા કપૂર તેની ૨૦૧૦માં આવેલી ‘લવ સેક્સ ઔર ધોકા’ની સીક્વલની તૈયારી કરી રહી છે. એવું જાણવા મળ્યું છે કે એકતા કપૂર અને ડિરેક્ટર દિબાકર બૅનરજી ‘બિગ બૉસ 16’ના હાઉસમાં જવાનાં છે અને ત્યાં તેઓ આ સીક્વલની જાહેરાત કરવાનાં છે. ‘લવ સેક્સ ઔર ધોકા’માં એમએમએસ સ્કૅન્ડલ, ઑનર કિલિંગ અને સ્ટિંગ ઑપરેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ દ્વારા રાજકુમાર રાવે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. હવે એની સીક્વલની જાહેરાત ટૂંક સમયમાં એકતા કરશે. ‘બિગ બૉસ 16’માં જવાનું કારણ એ છે કે એ પ્લૅટફૉર્મને એકતા એક માર્કેટિંગ સ્ટ્રૅટેજી તરીકે જુએ છે. આ શોની પૉપ્યુલારિટીને જોતાં એકતાએ આ નિર્ણય લીધો હોવાનું મનાય છે કે તે ત્યાં આ ફિલ્મની જાહેરાત કરવાની છે.