જ્યારે મહાભારત દરમિયાન શકુની મામા ઉર્ફે ગૂફી પેન્ટલને ચાહકે આપી હતી ધમકી

05 June, 2023 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહાભારત(Mahabharata)ના શકુની મામા એટલે કે પ્રખ્યાત અભિનેતા ગૂફી પેન્ટલ (Gufi Paintal Death)નું નિધન થયું છે. મહાભારતના શકુની મામા(Shakuni Mama)ના પાત્રથી લોકપ્રિય બનેલા ગૂફી પેન્ટલને એકવાર ફેન્સે એવી ધમકી આપી હતી કે...

ગૂફી પેન્ટલ

મહાભારત(Mahabharata)ના શકુની મામા એટલે કે પ્રખ્યાત અભિનેતા ગૂફી પેન્ટલ (Gufi Paintal Death)નું નિધન થયું છે. ગૂફી પેન્ટલ 78 વર્ષના હતા અને મહાભારતના શકુની (Shakuni Mama)ના પાત્રને કારણે આખા દેશમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેમના નિધન બાદ ચાહકો સોશિયલ મીડિયા પર સતત શોક સંદેશો શેર કરી રહ્યા છે. તેમના મૃત્યુની માહિતી તેમના ભત્રીજા હિતેન પેંટલે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી શકુની મામા મહાભારતના યાદગાર પાત્રોમાંથી એક છે. કોણ છે મહાભારતનું આટલું મહત્વનું પાત્ર, જેની સૂચના પર ઘણું બધું થાય છે. આ પાત્ર ભજવતા અભિનેતા ગૂફી પેન્ટલે થોડા સમય પહેલા એક યાદગાર ઘટના શેર કરી હતી.

મહાભારત (Mahabharata) સાથે જોડાયેલી એક ઘટના શેર કરતા ગૂફી પેન્ટલે કહ્યું, `જ્યારે 1980માં મહાભારત પ્રસારિત થઈ રહી હતી ત્યારે મને મહાભારતના ચાહકો તરફથી ઘણા બધા પત્રો મળતા હતા. મને એક વ્યક્તિનો પત્ર મળ્યો હતો જેણે મને ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે જો હું મારી ખરાબ હરકતોથી દૂર નહીં રહીશ તો તે મારા પગ તોડી નાખશે. એ દિવસોની ખાસ વાત એ છે કે એ જમાનાના લોકો ખૂબ જ નિર્દોષ હતા, તેઓને લાગતું હતું કે હું ખરેખર શકુની મા છું. મારા પાત્રને કારણે લોકો મને નફરત કરતા હતા. એ યુગની ઘણી મીઠી યાદો જોડાયેલી છે.`

હવે આ ઘટના પરથી અંદાજો લગાવી શકાય છે કે એ જમાનામાં લોકો સિરિયલ સાથે કેટલા જોડાયેલા હતા અને ગુફી પેન્ટલે એ પાત્રને કેટલી તીવ્રતાથી ભજવ્યું હશે કે લોકો તેમના વિશે એવી લાગણી વ્યક્ત કરવા લાગ્યા. લોકડાઉન સાથે દૂરદર્શન પર મહાભારતનું પ્રસારણ થયું અને ત્યાર બાદ કલર્સ ચેનલ પર પણ મહાભારત સિરીયલ બતાવવામાં આવી. 

આ પણ વાંચો: Gufi Paintal Dies:મહાભારતના `શકુની મામા`નું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ઉલ્લેખનીય છે કે ગૂફી પેન્ટલ છેલ્લા 10 દિવસથી જીવન અને મૃત્યુની જંગ લડી રહ્યા હતા અને હોસ્પિટલના આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી હતી. જો કે બે દિવસથી તેમની તબિયતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો હતો અને આવી સ્થિતિમાં તેમના પરિવારજનોને આશા હતી કે તેઓ સ્વસ્થ થઈને ઘરે જશે. પણ આજે તે જીવનની લડાઈ હારી ગયા. 

અહીં નોંધવું રહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં અભિનય ક્ષેત્રના કલાકારોએ દુનિયાને અલવિદા કહી બધાને આઘાતમાં મુકી દીધા છે. એક બાજુ ટેલિવિઝન અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનો મૃતદેહ મળી આવ્યો હતો તો બીજી બાજુ વૈભવી ઉપાધ્યાયે હિમાચલ પ્રદેશમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યો. આ ઘટનાના પડઘા હજી શાંત નથી થયા ત્યાં ગત રોજ એટલે કે 4 જૂનના રોજ પીઢ અભિનેત્રી સુલોચના લાટકરે પણ દેહ છોડી દીધો. એવામાં આજે મલાયલમ એભિનેતા કોલ્લમ સુધિએ રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યાના સમાચાર વચ્ચે ગૂફી પેન્ટલના નિધનની ખબર સાંભળી ચાહકોને શૉક લાગ્યો છે. 

 

bollywood news entertainment news mahabharat indian television